રાજકોટ-મુંબઇની ત્રણ ફ્લાઇટ અચાનક રદ, અનેક મુસાફરો રઝળ્યા
મુંબઈ એરપોર્ટ ઉપર આજે સવાર થી સાંજ સુધી રન વે નું મેન્ટેનન્સનું કામ હોવાને કારણે રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ત્રણ ફ્લાઈટ અચાનક રદ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ થી મુંબઈ જતી સવારે 11 થી સાંજે 5 સુધીની ફ્લાઈટની અવરજવર બંધ રાખવામાં આવતા જેને કારણે મુસાફરો રઝળી પડ્યા હતા. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરતી રાજકોટથી મુંબઈ ઉડાન ભરતી એરઈન્ડિયાની AI-2730,2731 તેમજ ઈન્ડિગોની IGO-6557,6558 અને 936,937 ફલાઈટ કેન્સલ કરાઈ છે.
એર ઇન્ડિયા અને ઇન્ડિગોની મુંબઈ જતી ત્રણ ફ્લાઈટ અચાનક રદ કરવામાં આવી હોય જેમાં એર ઇન્ડિયાની સાંજે 6.05 વાગ્યાની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ રદ રાજકોટથી મુંબઈની ઈન્ડિગોની સાંજે 4.55 વાગ્યાની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે. જ્યારે એર ઇન્ડિયાની સાંજે 6.05 વાગ્યાની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ પણ રદ થઈ છે.
રાજકોટથી મુંબઈ જવા માંગતા મુસાફરોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પરિસ્થિતિ માત્ર રાજકોટના જ હવાઈ મુસાફરોને નહીં પરંતુ સમગ્ર દેશ માંથી મુંબઈ જવા માગતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રાજકોટથી એર ઇન્ડિયાની દરરોજ મુંબઈની 2 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં એક સવારની અને એક સાંજની છે. જ્યારે ઈન્ડિગોની મુંબઈની 3 ફ્લાઇટ ઉડાન ભરે છે. જેમાંથી બંને એરલાઇન્સની રાજકોટથી મુંબઈ જતી ત્રણ ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવતા મુસાફરો રઝળી પડ્યા હતા