રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયા નજીક કારમાં જઈ રહેલા દંપતી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

12:07 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પાંચવાડી સ્કૂલ પાસે રહેતા નિમેષભાઈ જેન્તીભાઈ કણજારીયા નામના 25 વર્ષના દલવાડી યુવાન તેમના ધર્મપત્ની ક્રિષ્નાબેનને સાથે લઈને તેમને જી.જે. 10 બી.આર. 6399 નંબરની મોટરકારમાં બેસીને જામનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર એક હોટલ પાસે પહોંચતા આ હાઈવે રોડ ક્રોસ કરતી વખતે પોતાની કાર એક બાજુ ઊભી રાખી હતી. તે દરમિયાન આ સ્થળેથી બુલેટ મોટરસાયકલ લઈ નીકળેલા આશિષ ભારવાડીયા નામના યુવાન સાથે જઈ રહેલા અન્ય એક શખ્સે ફરિયાદી નિમેષભાઈની કાર આડે બુલેટ મોટરસાયકલ રાખી દીધું હતું. જેથી નિમેષભાઈએ આરોપીને બુલેટ સાઈડમાં લેવાનો કહેતા ઉશ્કેરાઈને બંને શખ્સોએ તેમની કારના કાચ તોડી, અને બોનેટમાં નુકસાની પહોંચાડી હતી.
આ પછી કારની બહાર આવેલા નિમેષભાઈને બંને શખ્સોએ બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ દરમિયાન ફરિયાદીના પત્ની ક્રિષ્નાબેન પણ વચ્ચે આવતા તેણીને પણ આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, માર મારીને નાસી છૂટ્યા હતા. આ પછી અહીં આવેલા અન્ય ત્રીજા આરોપી કુલદીપ નકુમ દ્વારા પણ તેઓને ગાળો કાઢી, માર માર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બઘડાટીમાં આરોપીઓ દ્વારા મોટરકારમાં રૂૂપિયા 60,000 ની નુકસાની કરી, દંપતીને બેફામ માર મારી, ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું આ ફરિયાદમાં જણાવાયું છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે નિમેષભાઈ કણજારીયાની ફરિયાદ પરથી એક અજાણ્યા સહિત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 427 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીક્ષાની અડફેટે મુસાફરો ઇજાગ્રસ્ત
ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 21 કિલોમીટર દૂર સોનારડી ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 10 ટી.ઝેડ. 0699 નંબરની બજાજ કંપનીની સીએનજી ઓટો રીક્ષાના અકસ્માત સર્જતા ચોટીલાના રહીશ મુનાભાઈ સોમાભાઈ પરાડિયા (ઉ.વ. 35) તથા અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસમાં બજાજ રિક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Tags :
crimegujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement