રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હૃદયરોગના હુમલાથી ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા

03:36 PM Aug 16, 2024 IST | admin
Advertisement

કેકેવી ચોક પાસે ટેમ્પોચાલક સહિત ત્રણના હાર્ટએટેકથી મોત

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ ચાર વ્યક્તિના હદય રોગના હુમલાથી શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ટીપરવાન ચાલક અને ટેમ્પો ચાલકનું ચાલુ ડ્રાઈવીંગ દરમિયાન હદય રોગના હુમલાથી મોત નિપજ્યું છે.

ચારેય યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલા સાગર પાર્કમાં રહેતા ગોવિંદભાઈ અમરશીભાઈ સુરેલા ઉ.વ.54 સવારના 10 વાગ્યાના અરસામાં રાજકોટ મહાનગરપાલિકાની ટીપરવાન લઈને જતા હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે તેમને હદય રોગનો હુમલો આવતા ડ્રાઈવીંગ પરનું કાબુ ગુમાવ્યું હતું. અને ટીપરવાન ફૂટપાથ સાથે અથડાઈ હતી. હાર્ટએટેકથી ગોવિંદભાઈ સુરેલાનું મોત નિપજ્યું હતું.

બીજા બનાવમાં રાજકોટમાં હુડકો શાકમર્કેટ પાસે રહેતા મિલનભાઈ અમૃતભાઈ ભાખોડિયા ઉ.વ.43 કોટેચા ચોક પાસે ગાડી લઈને જતાં હતાં ત્યારે તેમને હાર્ટએટેક આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં તેમને ફરજ પરના તબીબે નિશપ્રાણ જાહેર કર્યા હતાં. ત્રીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર કારખાનામાં કામ કરતાં કિસ્મતઅલી મહોરમઅલી ઉ.વ.50 કારખાનામાં હતાં ત્યારે તેઓ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો.

ચોથા બનાવમાં રેલનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.વ.40 પોતાના ઘરે હતા ત્યારે તેમને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ તબીબોએ નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત ચારેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheartattactrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement