રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં ગાંજાની પડીકીનું વેચાણ કરતી એક મહિલા સહિત ત્રણ ઝડપાયા

12:21 PM Aug 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

5.50 કિલો ગાંજાનો જથ્થો જપ્ત: એક આરોપીની શોધખોળ

જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ખતમ કરવા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે જુનાગઢ બી ડિવિઝન પોલીસે મુબારકબાદમાંથી 5.50 સલ ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે. બી ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ. એચ.પી ગઢવી, હેડ કોન્સ્ટેબલ જાદવ સુવા અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ પરમારને બાતમી મળી હતી કે મુબારક બાદમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ડિવિઝન પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.તેમજ એક આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

મુબારક બાદમાં પ્લાસ્ટિકની નાની પડીકીઓ બનાવી ગાંજાનું વેચાણ કરતા સોનીબેન ચમનભાઈ મકવાણા ,ગોપાલ લાલજી ચુડાસમા, શૈલેષ મનસુખ મકવાણા અને સાગર મનોજભાઈ ચૌહાણ પર ગઉઙજ ગુનો દાખલ કર્યો છે. બી ડિવિઝન પોલીસે મુબારકમાં રહેતા મહિલા સહિત ત્રણ આરોપીઓ પાસેથી રૂ.55,700 નો ગાંજો ઝડપી એ આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ ડીવાયએસપી નિકિતા સિરોયાએ જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મુબારકબાદમાં સાગર મનોજ ચૌહાણ ,સોમીબેન જમનભાઈ મકવાણા ગોપાલ લાલજી ચુડાસમા, શૈલેષ મનસુખભાઈ મકવાણા પાસેથી 5.50 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂ.55,780 રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓ આ ગાંજાને નાની પડીકીઓમાં પેકિંગ કરી વેચતા હતા. હાલ બી ડિવિઝન પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કરી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને એક આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement