સિટી બસ સ્ટોપ પર ગેરકાયદેસર સ્ટીકર લગાવનાર ત્રણ વ્યક્તિને રૂા.47000નો દંડ
મહાપલિકાએ તમામ પીક-અપ પોઇન્ટનું ચેેકિંગ હાથ ધર્યુ
શહેરી બસ સેવાના બસ સ્ટોપ/પીકઅપ સ્ટોપ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં સ્ટીકર/પોસ્ટર લગાવી શહેરી બસ સેવાના પીક/બસ સ્ટોપને નુકશાન કરી કદરૂૂપા બનાવવા બદલ 3(ત્રણ) આસામીઓને રૂૂ.47,000/-નો વહીવટી ચાર્જ ભરવા નોટીસ આપવામાં આવી.
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ 72 રૂૂટ પર 100 CNG તથા 138ઇલે.
એમ કુલ 238 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે તેમજ શહેરીજનોને બસ રૂૂટનાં સમયપત્રક અને બેસવાની સુવિધા મળી રહે તે માટે શહેરના અલગ અલગ જગ્યા પર બસ સ્ટોપ/પીકઅપસ્ટોપનું નિર્માણ કરવામાં આવેલ છે.
જુદી જુદી વ્યક્તિ/આસામીઓ દ્વારા શહેરી બસ સેવાના બસ સ્ટોપ/પીકઅપ સ્ટોપ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં સ્ટીકર/પોસ્ટર લગાવી શહેરી બસ સેવાના પીક/બસ સ્ટોપને નુકશાન કરી કદરૂૂપા બનાવેલ, જે સબબ જુદા જુદા 3(ત્રણ) આસામીઓને રૂૂ.47,000/-નો વહીવટી ચાર્જ ભરવા નોટીસ આપવામાં આવેલ છે.
આથી રાજકોટની જાહેર જનતાને જણાવવાનું કે સીટી બસ સેવાના પીક/બસ સ્ટોપ પર કોઈ પણ પ્રકારની અનાધિકૃત જાહેરાત ને લગત સ્ટીકર/પોસ્ટર લગાવવા નહિ.
અનઅધિકૃત રીતે જાહેરાતના સ્ટીકર/પોસ્ટર લગાવનાર સામે ધોરણસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.જેની નોંધ લેવી.
