For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોધિકામાં 25 વર્ષથી રહેતા ત્રણ પાકિસ્તાની પકડાયા

04:49 PM May 03, 2025 IST | Bhumika
લોધિકામાં 25 વર્ષથી રહેતા ત્રણ પાકિસ્તાની પકડાયા

લોધિકાનો મુનાફ કરાચી જઈ પાકિસ્તાની મહિલા સાથે નિકાહ કરી ભારત આવ્યો, દીકરાની ઘરે પણ દીકરો થઇ ગયો, ત્રણેય પેઢીની કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ કરાશે

Advertisement

કાશ્મીર માં આંતકવાદી હુમલાની ઘટના બાદ સરકાર દ્વારા ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વિઝા રદ કરી તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ સહીત ગુજરાતભર માંથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુષણખોરોને પરત મોકલવા પોલીસે શરૂૂ કરેલા ઓપરેશનમાં ગુજરાતભર માંથી ઘુષણખોરોને શોધી તેનો દેશનિકાલ કરવાનું કામ ચાલુ છે. ત્યારે રાજકોટના લોધીકા માંથી ગ્રામ્ય એલસીબીની ટીમે ત્રણ પાકિસ્તાનીઓને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કરાંચી જઈ લોધિકાના યુવકે નિકાહ કર્યા બાદ પાકિસ્તાની મહિલા તેનો પુત્ર અને પૌત્ર ગેરકાયદેસર રહેતા હોવાનું ખુલ્યું છે.રાજકોટ જીલ્લામાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુષણખોરોને શોધી કાઢવાની રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજી તેમજ જીલ્લાના તમામ પોલીસ મથકની ટીમો કાર્યરત બની તપાસ કરી રહી છે ત્યારે લોધીકા પોલીસનાં પીએસઆઈ ઈંદ્રજિતસિંહ સરવૈયાની ટીમે તપાસ કરી ત્રણ પાકિસ્તાની ઘુષણખોરોને ઝડપી લીધા હતા.

Advertisement

આ પાકિસ્તાની નાગરિક વિઝા ઉપર આવ્યા બાદ વિઝા રદ થયા છતાં લાંબા સમયથી વસવાટ કરી રહ્યા હતા. લોધીકા પોલીસને મળેલી બાતમીનાં આધારે પોલીસે ખાનગી રાહે તપાસ કરાવતા મુનાફ નામના શખ્સનાં ઘરેથી બે મહિલાઓ, એક પુરુષ અને એક સગીર એમ કુલ ચાર પાકિસ્તાની નાગરિકો કોઈ પણ આધાર પુરાવા વિના લોધીકામાં રહેતા હોવાનું સામે આવતા પોલીસે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, મુનાફ ઈબ્રાહીમ ટાટરિયા નામનો શખ્સ 1992માં કામ અર્થે પાકિસ્તાના કરાંચી શહેરમાં ગયો હતો. જ્યાં તેનો રિઝવાના નામની યુવતી સાથે પરિચય થયા બાદ તેની સાથે નિકાહ કરી લીધા હતા. જ્યાં પુત્ર જીનાશનો જન્મ થયો હતો.

બાદ રીઝવાનાબેનના પતિ મુનાફ સને 1994 માં ભારત પરત આવી ગયેલ અને ત્યારબાદ તા-30/07/1999 ના રોજ રીઝવાનાબેન તથા તેમનો પુત્ર ઝીશાન બન્ને સંયુક્ત પાકિસ્તાની પાસપોર્ટ ઉપર ભારત લોધીકા મુકામે આવેલ અને ત્યારબાદ પાકીસ્તાન પરત ગયેલ ન હતા અને તેમના પતિ મુનાફભાઇ ટાટારીયા સાથે લોધીકા મુકામે ચીભડા રોડ પર ગેરકાયદેસર રીતે ઓવર સ્ટે કરી રહેવા લાગેલ. રીઝવાનાએ ભારત આવ્યા બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. વિઝા પૂર્ણ થયાં છતાં રિઝવાનાએ વિઝા રીન્યુ કરાવ્યા ન હતા અને તેણે લોધીકા ખાતે રહેવાનું ચાલુ રાખ્યું હતું. રિઝવાનાના પુત્રીની ઉમર હાલ 25 વર્ષ છે જયારે પુત્રની ઉમર 22 વર્ષ છે. રિઝવાનાનાં પુત્રનાં પણ લગ્ન થઇ ગયા છે અને તેના ઘરે પણ એક સંતાન છે અને તેઓ છેલ્લા 28 વર્ષથી લોધીકામાં રહે છે.

લોધીકા પોલીસે ત્રણેય પાકિસ્તાની નાગરિકોને અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને જાણ કરતા ટૂંક તમામની પુછપરછ માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ રાજકોટ આવશે અને તમામ પાકિસ્તાનીઓની પૂછપરછ કરી દેશનિકાલ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે. એલ.સી.બી. શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા, તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ,એ.એસ.આઇ. બાલક્રુષ્ણભાઇ ત્રિવેદી,જયવિરસિહ રાણા,અનિલભાઇ ગુજરાતી,ભગીરથસિંહ જાડેજા,મનોજભાઇ બાયલ,મહીપાલસિહ ચુડાસમા સાથે લોધીકાના ઇન્ચાર્જ પી.આઈ આઇ.એમ.સરવૈયા તથા લોધીકા પોલીસ સ્ટેશન ટીમે કામગીરી કરી હતી.

રીઝવાના અને મુનાફની પુત્રી ભારતીય અને પુત્ર પાકિસ્તાની
કરાંચીની રીઝવા સાથે નિકાહ કર્યા બાદ પુત્રનો કરાંચીમાં જન્મ થયો હોય તે પાકિસ્તાની નાગરિક બન્યો હતો. ભારત સરકારના અગાઉના નિયમ મુજબ માતા-પિતામાંથી કોઈ એક ભારતીય હોયતો સંતાન પણ ભારતીય નાગરિક ગણાય. જેથી વર્ષ 2002માં મુનાફ અને રીઝવાનાની પુત્રીનો જન્મ થતાં તેણી ભારતીય નાગરિક બની હતી. જયારે કરાંચીમાં જન્મેલો પુત્ર પાકિસ્તાન નાગરિક બન્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement