બ્રિજનું કામ બન્ને સાઇડ શરૂ થતા કટારિયા ચોકડીએ ત્રણ નવા ડાયવર્ઝન રોડનો પ્રારંભ
રાજકોટ શહેરમાં કટારીયા ચોકડી વિસ્તારમાં બ્રિજ બનાવવાના કામને પગલે ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં ટ્રાફિક ડાઈવર્ઝન રૂૂટ અમલમાં મુકવામાં આવ્યો છે. બ્રિજના બાંધકામના કામને કારણે કટારીયા ચોકડી ખાતે ગોંડલ રોડ થી જામનગર રોડ તરફ તથા જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જતો રીંગ રોડ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે.
ટ્રાફિકની સુગમતા જળવાઈ રહે તે માટે બંને દિશાના વાહનો માટે ડાઈવર્ઝન રૂૂટ શરૂૂ કરેલ છે, જે મુજબ વાહનોને વૈકલ્પિક માર્ગ દ્વારા પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે કાલાવડ રોડ થી મેટોડા જતો માર્ગ હાલ પૂરતો ચાલુ રાખવામાં આવ્યો છે, જેથી તે દિશામાં આવતા-જતા વાહન ચાલકોને મુશ્કેલી ન પડે.
150 ફુટ રીંગ રોડ-ર, ગોંડલ ચોકડી થી જામનગર રોડ તરફ જવા માટે:- (લંબાઈ - 1150 મીટર પહોળાઈ - 18.00 મીટર) (ભારે વાહનો માટે) એકવાકોરલ થી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ થી જીનીયશ સ્કુલ થી કાલાવડ રોડ થી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તા થી કોનપ્લેક્ષ સિનેમા થઇ 150 ફુટ રીંગ રોડ-ર. 150 ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જવા માટે:- (લંબાઈ-650.00 મીટર પહોળાઈ-18.00 મીટર) 150 ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડ થી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા થી કાલાવડ રોડ થી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ - 150 ફુટ રીંગ રોડ -ર. 150 ફુટ રીંગ રોડ-ર જામનગર રોડ થી કાલાવડ રોડ થી 150 ફુટ રીંગ રોડ-ર ગોંડલ રોડ તરફ (લંબાઈ - 1600.00 મીટર પહોળાઈ મીટર 24.00 મીટર) (આવવા તથા જવા માટે) - (ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહન માટે) 150 ફુટ રીંગ રોડ-ર થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તા થઇ કાલાવડ રોડ - કણકોટ ચોકડી થી વિર-વિરૂૂ તળાવ ર4.00 મીટરવાળા રસ્તે થઇ 150 ફુટ રીંગ રોડ-ર. નગરજનોને વિનંતી છે કે તેઓ આ તાત્કાલિક ડાઈવર્ઝન વ્યવસ્થાનો અમલ કરી, ટ્રાફિક વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના માર્ગદર્શન મુજબ વાહન વ્યવહાર રાખે અને સહકાર આપે. નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે કરવામાં આવતી કામગીરીમાં સહયોગ આપવા વિનંતી છે.
