For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ ત્રણ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

05:19 PM Jan 31, 2025 IST | Bhumika
ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ ત્રણ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

વન અને પર્યાવરણ વિભાગના વર્ગ-2ના મોહમ્મદ મુનાફ શેખ, કંચનભાઇ બારિયા, રશ્મીનભાઇ મન્સુરી ‘દાદા’ની ઝપટે

Advertisement

રાજ્યની દાદા સરકાર દ્વારા સરકારી પદ પર રહીને ભ્રષ્ટાચાર આચરતા એવા અધિકારીઓ સામે લાલ આંખ કરાઈ છે. એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે. ત્યારે હવે વધુ 3 અધિકારીઓને ઘરભેગા કરાયા છે. રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગે વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 3 અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ગ 2 નાં 3 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયા છે. આગામી 3 મહિનાનાં પગાર ભથ્થા આપીને તેમને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. જો કે, આ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ જ રહેશે અને જો તપાસમાં દોષી સાબિત થશે તો તે પ્રમાણે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.

Advertisement

રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જે ત્રણ અધિકારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ મુનાફ શેખ (મદદનીશ વન સંરક્ષક, મોરબી), કંચનભાઈ બારીયા (મદદનીશ વન સંરક્ષક, છોટાઉદેપુર) અને રશ્મીનભાઇ મન્સૂરી (પરીક્ષેત્ર વન અધિકારી હિંમતનગર) ના નામ સામેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement