For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં હાર્ટએટેકથી મહિલા સહિત વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયા

05:52 PM Sep 02, 2024 IST | Bhumika
રાજકોટમાં હાર્ટએટેકથી મહિલા સહિત વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયા
oplus_2097152
Advertisement

ભાડવામાં પ્રૌઢા અને રાજકોટમાં બે આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળનાં ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટ પંથકમાં વધુ બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં કોટડા સાંગાણીના ભાડવામાં પ્રોઢા અને રાજકોટમાં આધેડનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણીના ભાડવામાં રહેતા કમળાબેન પ્રવીણભાઈ વઘેરા નામના 53 વર્ષના પ્રોઢા સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે રાજપરા બાદ નારણકા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રોઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં કમળાબેન વઘેરાને સંતાન નથી અને પતિનું બે વર્ષ પહેલાં જ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે
બીજા બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ મોમૈયાભાઈ બોરીચા નામના 52 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગોવિંદભાઈ બોરીચા ત્રણ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતા નીતિનભાઈ નટુભાઈ પરમાર નામના 50 વર્ષના આધેડ બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં નીતિનભાઈ પરમાર બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement