ત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચ
ગીર સોમનાથ જીલ્લાના ભાલપરા વિસ્તારમા રહેતા માત્ર 3 મહીનાના વિવાન ચાવડાને SMA નામની ગંભીર બિમારી થઈ છે, અને હાલ તેઓ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. જ્યાં બાળકનો જીવ બચાવવા 16 કરોડનો ખર્ચ થવાને કારણે બાળકનું જીવન જોખમમાં મુકાયું છે.
દેશમા જન્મતા બાળકોમા 6000 બાળકના જન્મ બાદ એક બાળકમાં સ્પાઇનલ મસ્કયુનલ એટ્રોફી (જખઅ ) નામની બિમારી થાય છે જેનાથી બાળક મૃત્યુ પામે છે.ત્યારે સૌરાષ્ટ્રમાં ધૈર્યરાજ નામના બાળકને આ SMA નામની બિમારી થઈ હતી. ત્યારે યુવાનો રોડ રસ્તા પર અને સામાજિક સંસ્થાઓના સહકારથી 16 કરોડ જેવી દાનની રકમ એકઠી થઈ અને ધૈર્યરાજનો જીવ બચી ગયો હતો.
ત્યારબાદ ગીરસોમનાથ જીલ્લાના આલીધર ગામે પણ એક સામાન્ય પરીવારના બાળકને જખઅ નામની બિમારી થઈ હતી તેમના પરીવારે પણ લોકોને ખૂબ અપીલ કરી પણ 16 કરોડ જેટલી રકમ એકઠી ન થતા આ બાળકનું મૃત્યુ થયુ હતુ. સામાન્ય પરીવારના જન્મેલા વિવાન ચાવડા નામના બાળકને આ જખઅ નામની બિમારી થઈ છે. અને હાલ આ બાળક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. આ બાળકના જીવનને બચાવવા રુ.16 કરોડ જેવો ખર્ચ છે, આ ખર્ચ સાત જન્મમાં પણ આ પરીવાર ભેગા કરી શકે તેમ નથી. હાલ આ બાળક જીવન અને મરણ વચ્ચે જજુમી રહ્યુ છે.
બાળકના માતા - પિતા ખૂબ જ હતાશ થઈ ગયેલ છે. તેમના પરિવારજનો અને તેના માતાપિતાએ લોકોએ અપીલ કરી છે કે જો જનતા તેમને મદદ કરે તો આ બાળકનો જીવ બચી શકે તેમ છે. વાત કરવામા આવે તો સરકાર મોટા મોટા રોગોના નિરાકરણ લાવી શકી છે તો આવા ગંભીર રોગની કોઇ જાણકારી તેમની પાસે કેમ નહીં પહોચી હોય તે પણ એક સવાલ છે.