કોઠારિયા સોલવન્ટ પાસે ઇંટોના ભઠ્ઠાવાળી જગ્યા ખાલી કરાવવા ત્રણ શખ્સોની યુવાનને ધમકી
શહેરના કોઠારીયા સોલવન્ટની પાસે શિતળાધાર રપ વારીયા નજીક ઇંટોના ભઠ્ઠામા કામ કરતા પ્રૌઢને 3 શખ્સોએ આ જમીન ખાલી કરી ત્યાથી જતા રહેવાનુ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. વધુ વિગતો મુજબ 1પ0 ફુટ રીંગ રોડ આંબેડકરનગર શેરી નં 1ર મા રહેતા ખીમજીભાઇ લાલજીભાઇ પરમાર નામના પ્રૌઢે પોતાની ફરીયાદમા વીકો ભરવાડ, તેજસ ભરવાડ અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી છે.
આ મામલે ખીમજીભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે કોઠારીયા સોલવન્ટ પાસે સરકારી ખરાબામા મોટાભાઇ વશરામભાઇ સાથે ઇંટોના ભઠ્ઠા રાખી ઇંટો વેચવાનુ ધંધો કરે છે. ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યે મોટા ભાઇ વશરામભાઇ અને પોતે ઇંટોના ભઠ્ઠે હતા ત્યારે ખીમજીભાઇ થોડીવાર માટે ચા પીવા માટે ગયા હતા અને ત્યાથી પરત ફર્યા ત્યારે વીકો ભરવાડ અને તેજસ સહીત 3 શખ્સો ઇંટોના ભઠ્ઠામા બનાવેલ ઓરડીને લાતો મારી અને પાડવાનો પ્રયાસ કરતા હતા અને ઓરડીના માથે રાખેલા પતરા પાડી નાખ્યા હતા.
આમ તેઓને આવુ નહીં કરવાનુ જણાવતા ત્રણેય શખ્સોએ બંને ભાઇઓને ધમકી આપી અને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતા તેમજ વીકા ભરવાડે કહયુ હતુ કે એકને છરી ઝીકી દીધી છે અને તુ અહીંથી આ જમીન છોડીને જતો રહેજે નહી તો તને મારી નાખીશ. આ ઘટના મામલે રાજકોટની સિવિલ હોસ્પિટલમા સારવાર લીધા બાદ આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.