For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખોડિયારનગરમાં ઉછીના પૈસાની માગણી કરી ત્રણ શખ્સોએ વેપારીને છરી ઝીંકી

05:28 PM Feb 20, 2024 IST | Bhumika
ખોડિયારનગરમાં ઉછીના પૈસાની માગણી કરી ત્રણ શખ્સોએ વેપારીને છરી ઝીંકી

થોરાળા વિસ્તારનાં ખોડીયારનગરમાં મિત્રનાં કારખાને ગયેલા સાબુ-પાવડરના વેપારીને ત્રણેય પરિચિત શખ્સોએ ઉછીનાની માંગણી કરતાં વેપારીએ ના પાડતાં જ ત્રણેય શખ્સો તેની પર પાઈપ અને છરી વડે તુટી પડયા હતાં. આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

વધુ વિગતો અનુસાર, આજી વસાહતમાં ખોડીયારનગરમાં રહેતા સિરાજભાઈ તાજમહમદભાઈ ચાનીયા (ઉ.31)નામના યુવકે પોતાની ફરિયાદમાં રાજુ ગોવિંદ ચાવડા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો દરબાર અને વિજય ઉર્ફે ચકલીનું નામ લેતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સિરાજે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સાબુ અને પાવડરનો જથ્થાબંધ વેપાર કરે છે.

ગઈકાલે તેમના મિત્ર વિપુલ પટેલુનં ખોડીયાનગરમાં આવેલું શિવમ બેરીંગ નામનું કારખાનું છે ત્યાં બેઠા હતાં ત્યારે ત્યાં નજીકમાં રહેતા રાજુ, પરાક્રમસિંહ અને વિજય આવી ચડયા હતાં અને ઉછીના પૈસા માંગતા વેપારી સાજીદ ભાઈએ ના પાડી દેતા ત્રણેય માથાકુટ તેની પર તુટી પડયા હતાં. સાજીદભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement