તમે શું કામ ખેતીકામ કરો છો, આ અમારું કામ છે તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો
વાંકાનેરમાં રહેતાં યુવકને ‘તમે શું કામ ખેતી કામ કરો છો, આ કામ અમારૂ છે’ તેમ કહી ત્રણ શખ્સોએ ધોકા-પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરમાં માર્કેટયાર્ડ મેઈન રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતાં રામા મનાભાઈ સિંધવ નામનો 36 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે ફીરદોષ અને ફેજલ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઈપ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સોએ રામા સિંધવને ‘તમે શું કામ ખેતી કામ કરો છો, આ કામ અમારૂ છે’ં તેમ કહી હુમલો કરી હાથ-પગમાં ફેંકચર જેવી ઈજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.