For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘અમારી ગાડીઓ કયાં છે?’ કહી યુવાન ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો

04:38 PM Sep 14, 2024 IST | Bhumika
‘અમારી ગાડીઓ કયાં છે ’ કહી યુવાન ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો
Advertisement

પોલીસ વિરૂધ્ધ મોબાઇલમાં વિડીયો બનાવડાવી ‘ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી

રેલનગરમાં શ્રીનાથજી પાર્ક સોસાયટી શેરી નં.1માં રહેતો અને ડ્રાઇવીંગનું કામ કરતો કૃણાલ પરેશભાઇ મારૂ (ઉ.વ.25) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે મનીષ પંડયા અને તેના બે મિત્રોના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.7ના સાંજે તે યુનિવર્સિટી રોડ પરથી ઘરે જતો હતો ત્યારે મનીષ પંડયાએ ફોન કરી તેના ઘરે બોલાવતા તે તેના ઘરે ગયો ત્યારે ત્રણેય આરોપીઓએ ‘અમારી ગાડીઓ કયાં છે અને શ્ર્લોક શુકલા કયાં છે?

Advertisement

તેમ કહી ધોકા વડે હુમલો કરી આરોપી મનીષે મોબાઇલમાં પોલીસ વિરૂધ્ધનો વિડીયો બનાવડાવી પોલીસ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે તે ડરી જતાં સારવાર પણ લીધી ન હતી. બાદમાં દુ:ખાવો થતા તે આજે સિવિલમાં સારવાર કરાવવા આવ્યો હતો. ફરીયાદી શ્ર્લોક શુકલાની સાથે ડ્રાઇવર તરીકે કામ કરતો હોય અને શ્ર્લોક શુકલા જે વાહન કરે ત્યાં મુકવા જતો હતો અને શ્ર્લોકભાઇએ સગેવગે કરેલા વાહનો કયા હોય જેની જાણ ફરીયાદીને હોવાની શંકાના આધારે તેના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement