ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમરેલીમાં ચાર દિવસમાં ત્રણ સિંહના મોત

11:53 AM Apr 28, 2025 IST | Bhumika
Advertisement

એશિયાઈ સિંહો જે ગુજરાતના ગૌરવ સમાન છે, તે સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનામાં થવાની છે. નોંધનીય છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાની 35 હજાર ચોરસ કિલોમિટર વિસ્તારમાં વસતા સિંહની નડાયરેક્ટ બીટ વેરીફીકેશનથ પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે. પરંતુ અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં 3 સિંહોના મોત થયા છે.

Advertisement

મળતી વિગતો પ્રમાણે રાજુલા તાલુકાના પીપાવાવ-ભેરાઈ વિસ્તારમાં એક બાળ સિંહનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ રાજુલાના કોટડી ગામમાં આવેલી વાડીમાંથી દોઢથી બે વર્ષના પાઠડા સિંહનો મૃતદેહ મળ્યો હતો. વન વિભાગ દ્વારા બંને સિંહોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યાં હતાં. વસ્તી ગણતરી પહેલા 3 સિંહોનું મોત થયું એ ખૂબ જ ચિંતાજનક વાત છે. સાવરકુંડલા-અમરેલી વચ્ચે પણ એક સિંહનું ટ્રક અકસ્માતમાં મોત થયું હતું. આ મામલે શેત્રુંજી ડિવિઝનના અઈઋ વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બંને સિંહોના મોત કુદરતી રીતે થયા હતા, જ્યારે એકનું મોત અકસ્માતના કારણે થયું હતું.આગામી 10 દિવસમાં સિંહોની વસ્તી ગણતરી થવાની છે. વન વિભાગ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે.

પરંતુ સિંહોના મોતની ઘટનાઓએ વન વિભાગમાં દોડતું કહ્યું છે. આખરે કુદરતી રીતે પણ સિંહોનો માત કેવી રીતે થયાં? માત્ર ચાર દિવસમાં ત્રણ સિંહનો મોત થતા સિંહપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો, એશિયાઈ સિંહની 16મી વસ્તી ગણતરી આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં યોજાઈ શકે છે. જેમાં પહેલા પ્રાથમિક વસ્તી અને પછી આખરી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ખાસ વાત એ છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં એશિયાઈ સિંહનું અસ્તિત્વ છે, જેમની ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે.

Tags :
amreliamreli newsgujaratgujarat newslionlion death
Advertisement
Next Article
Advertisement