રણજિત રોડ પર ડ્રંક એન્ડ ડ્રાઇવના બનાવમાં ત્રણને ઈજા
દારૂની મહેફિલ માણીને બેફામ ગતિએ કાર ચલાવતા શખ્સે એક રિક્ષાને ઠોકર મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ ગંભીર; પોલીસે ઇજાગ્રસ્તોને સારવારમાં પહોંચાડ્યા: દારૂની મહેફિલ માણી રહેલા બે શખ્સોની અટકાયત: કાર કબજે
જામનગરમાં ગઈકાલે શરદ પૂનમની રાતે કારમાં નીકળેલા બે શખ્સો દારૂૂની મહેફિલ માણીને કાર ચલાવતા હતા, અને રણજીત રોડ પર એક રીક્ષા ને ઠોકરે ચડાવી દેતાં અંદર બેઠેલા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા હતા. તેઓ હાલ સારવાર હેઠળ છે.
જ્યારે પોલીસે નશાબાજ કારચાલક અને તેના સાથીદાર બંનેની અટકાયત કરી લઇ કાર કબજે કરી છે, અને દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે, તેમજ લોક-અપ ના દર્શન કરાવ્યા છે. આ બનાવવાની વિગત એવી છે કે જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતો ગીરીરાજસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા નામનો શખ્સ પોતાની જી. જે. -3 એચ .કે. 4409 નંબરની કાર લઈને રણજીત રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. જે કારમાં તેનો જ મિત્ર યુવરાજસિંહ ટપુભા જાડેજા કે જે પણ તેની સાથે બેસીને દારૂૂનો નશો કરી રહ્યા હતા, અને બંને દારૂૂની મહેફિલ માણી કાર ચલાવી રહ્યા હતા. જે કાર પુરપાટ ગતિએ રણજીત રોડ પર રાત્રિના પોણા ત્રણેક વાગ્યે અસ્તામાં સામેથી આવી રહેલી જી.જ- 10 ટી ઝેડ 2567 નંબરની શિક્ષા સાથે અથડાઈ પડી હતી, અને રીક્ષા નું પડીકું વળી ગયું હતું. જે અકસ્માતમાં રીક્ષા ની અંદર બેઠેલા રીક્ષા ચાલક મયૂદિન અકબર બેતારા ઉપરાંત પાછળ બેઠેલા નવાજ અકબર કેર, અને વસીમ અકબર બેતારા કે જે ત્રણેય લોહી લુહાણ હાલતના થઈને માર્ગ પર પડ્યા હતા .
જે બનાવની જાણ થતાં ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા સીટી બી. ડિવિઝન ના પીઆઇ શ્રી પી. પી.ઝા કે જેઓ એ અન્ય પોલીસ ટુકડીને બનાવના સ્થળ પર રવાના કરી હતી, અને સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ત્રણેય ઇજાગ્રસ્તો ને સૌ પ્રથમ 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.નશો કરેલી હાલતમાં કાર ચલાવનાર ગીરીરાજસિંહ તેમજ તેની સાથે દારૂૂની મહેફિલ માણી રહેલા યુવરાજસિંહ બંનેની પોલીસે અટક કરી લીધી હતી, અને કારમાંથી ઇંગ્લીશ દારૂૂ અને તેના ગલાસ તથા બાઈટિંગ ની સામગ્રી વગેરે મળી આવતા પોલીસે કારણ અને તમામ સામગ્રી કબજે કરી છે. બંને સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત રીક્ષા ચાલક સહિત ઇજા ગ્રસ્તો કે જેઓ સારવાર હેઠળ છે જેમના નિવેદન બાદ અકસ્માત અંગે નો અલગથી કાર્યવાહી હાથ ધરી છે.