લીંબડી-અમદાવાદ હાઇવે પર ઓવરટેક કરતી વખતે કાર પલટી ખાતા ત્રણ ઘવાયા
01:34 PM Sep 25, 2025 IST | Bhumika
લોકોએ ઘવાયેલાઓને સારવારમાં ખસેડયા
Advertisement
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર જાખણ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ફોરવ્હીલ કાર અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. અકસ્માતને કારણે હાઇવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
Advertisement
Advertisement