For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો

12:31 PM Dec 05, 2025 IST | Bhumika
જામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો

જામનગર માં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા શિહોરવાળા શાહ પરિવારના જયંતિલાલ મોહનલાલ પરિવારના 50 વર્ષના નાંદીશભાઈ ચંદ્રકાન્તભાઈ શાહ, તેમના પત્ની ધારીણીબેન શાહ તથા 10 વર્ષના પુત્ર તિર્થ શાહ સંસાર ત્યાગ કરી દીક્ષા અંગિકાર કરી રહ્યા છે. આ એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રના દીક્ષા મહોત્સવ અંતર્ગત આજે ચાંદીબજાર થી વિશાળ અને ભવ્ય વર્ષીદાન શોભાયાત્રા નીકળી હતી. જેમાં જામનગર સ્થિત જૈન સંપ્રદાયના મુનિશ્રીઓ, સાધ્વીજીઓ, જૈન સમાજના આગેવાનો, ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

બેન્ડવાજા અને ભક્તિ સંગીત સાથે નૃત્યો સાથે શહેરના માર્ગો પર પરિભ્રમણ કરી આ શોભાયાત્રા જૈન બોર્ડિંગ સંકુલ પાસે સંપન્ન થઈ હતી. આવતીકાલે સવારે પોપટલાલ ધારશીભાઈ જૈન બોર્ડિંગ સંકુલમાં પ્રવિજ્યાવિધિનો પ્રારંભ થશે. સતરભેદી પૂજન બપોરે 2:30 વાગ્યે થશે. જૈન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરજી મ.સા., આચાર્ય અપૂર્વચંંદ્ર સાગરજી, મ.સા., આચાર્ય આગામચંદ્ર સાગર સુરીજી, મ.સા. આદિ ગુરૃજનોની પાવન નિશ્રામાં દીક્ષા અંગિકાર કરવામાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement