For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં માતા-પુત્રી સહિત ત્રણના ડુબી જતાં મોત

11:43 AM Oct 08, 2024 IST | admin
મોરબીમાં માતા પુત્રી સહિત ત્રણના ડુબી જતાં મોત

ત્રણેયના મૃતદેહો બહાર કઢાયા, પરિવારમાં શોક છવાયો

Advertisement

મોરબીના જુના આરટીઓ કચેરી પાસે મચ્છુ -03 ડેમમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીમાં ડૂબી જતાં માતા-પુત્રીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ત્રણેય ડેડબોડીને ભારે જેહમત બાદ બહાર કાઢી હતી.

મળતી માહિતી મુજબ મોરબી ફાયર કંટ્રોલ રૂૂમમાં અલગ અલગ બે જગ્યાએ ડૂબી ગયેલ હોવાના કોલ આવ્યા જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -03 ડેમમાં ડૂબી ગયેલ કૈલા પરેશ અમૃતલાલ (ઉ.વ.36) રહે. ભગવતી પાર્ક -1 વાવડી રોડ નંદવન સોસાયટીની પાછળ મોરબી વાળાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

Advertisement

જ્યારે બીજો ડૂબી ગયેલ હોવાનો કોલ મોરબીના ગુંગણ ગામેથી મળ્યો હતો જેમાં મોરબીના ગુંગણ ગામની સીમમાં ખેત તલાવડીના પાણીમાં ડૂબી જતા માતા-પુત્રીના મોત મોરબી તાલુકાના ગુંગણ ગામ સીમમાંથી ભરતભાઈ વિઠ્ઠલભાઈની વાડીમાં ખેત મજુરી કરતા ગોધરા પંથકમાં વિલાશબેન (ઉ. 20) વર્ષ તેમની બાળકી શરીના (ઉ.7) માસ વાળીએ જાજરૂૂ કર્યું હોવાથી બાળકીને સાફ કરવા તેમજ નવડાવવા માટે ખેત તળાવડીએ ગયા હતા ત્યારે અચાનક પગ લપસી જતા માતા અને પુત્રી પાણીમાં ગરક થઇ જતા ગામના સરપંચે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી.

જો કે, ઊંડા પાણીમાં ગરક થયેલા માતાપુત્રીના મૃત્યુ થયા હતા. બન્ને મૃતદેહોને ફાયર ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.આમ મોરબી ફાયર ટીમ દ્વારા બંને અલગ અલગ જગ્યાએ કુલ -03 ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી અને ત્રણેય ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે મોકલવામાં આવેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement