હળવદની ત્રણ ગ્રામ પંચાયતોનું મહિલાને સોંપાયું સુકાન
રાજ્યના ચુંટણી પંચ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર કરવામાં આવી છે, જ્યારે જીલ્લાની 66 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે. તેમાં હળવદ તાલુકાના 11 ગ્રામ પંચાયતોમાં આગામી 22મી જુને ચુંટણી યોજાવાની છે ત્યારે વિવિધ ગામોમાં સમરસતા તરફ વધી રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય જેને લઈને ચુંટણી અધિકારી પાસે ફોર્મ રજુ કરી રહ્યા છે. જોકે હળવદની 11 પૈકી અત્યાર સુધીમાં 3 ગ્રામ પંચાયતો સમરસ બની ચુકી છે. જેમાં નવા ઈશનપુર સરપંચ લાભુબેન પરમાર, નવા રાયસંગપુર સરપંચ રશીલાબેન કંજારીયા અને રણછોડગઢમાં હેતલ બેન સુરેલાની પસંદગી કરવામાં આવી છે, તો સાથે આ તમામ ગ્રામ પંચાયતોમાં ન માત્ર સરપંચ પરંતુ ઉપસરપંચ સહીત તમામ મહિલા સદસ્યોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પોતાના વિસ્તારમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતોને 5 લાખ રૂૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે ત્યારે સમરસ થયેલી આ ત્રણેય પંચાયતોને સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટનો લાભ મળશે.