પાણીપૂરી ખાવા ગયેલી બે જુડવા બહેનો સહિત ત્રણ બાળકીને વીજશોક લાગ્યો: એકનું મોત
ધ્રાંગધ્રાના હળવદ રોડ પરની ઘટના: પરિવારમાં શોક છવાયો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા વૃંદાવન પાર્ક પાસે પાણીપુરી લારીમાં પાણી પુરી ખાઈ રહેલી 3 બાળા પર ઉપર પસાર થતી વીજળી લાઈન તૂટી હતી. તે બાળા પર પડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જેમાં 1નું મોત થયું, 2ને ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા પંથકમાં ચોમાસાને લઈને અકસ્માતના બનાવ વધ્યા છે. ધ્રાંગધ્રાના હળવદ રોડ પર વૃંદાવનપાર્ક પાસે રોડ પર પાણીપુરીની લારીમાં પાણી પુરી ખાવા માટે ગયેલી 3 બાળા પર ઉપર પસાર થતી પીજીવીસીએલની ચાલુ વીજળી લાઈનનો વાયર તૂટીને પડતા ત્રણેય બાળાને શોક લાગ્યો હતો. આથી આસપાસમાંથી લોકો દોડી આવી ચાલુ વીજળી લાઈનના વાયરને ખસેડી ત્રણેય બાળાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી.
ત્યારે ફરજ પર ડોક્ટર દ્વારા ધ્યાના લાલાભાઈ સોમપુરા (ઉં.11)ને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે અન્ય 2 બાળાને ગંભીર હાલતમાં દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવી બનાવને લઈને બાળકીના પરિવારજનો સીટી પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓ દોડી ગયા હતા. ત્યારે બનાવને લઈને બાળકીના પરિવાર જનો દ્વારા ભારે હૈયાફાટ રૂૂદનને લઈને ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. 1નું મોત થતાં જુડવા બહેનો વિખૂટી પડી વીજવાયર પડતા 11 વર્ષીય ધ્યાના લાલાભાઈ સોમપુરાનું મોત થયું હતું. તેની જુડવાબેન બેન 11 વર્ષીય દીપા લાલાભાઈ સોમપુરાને ઈજા થતા દવાખાના દાખલ કરવામાં આવી હતી. બહેનપણી પ્રિયા ભાર્ગવભાઇ દવે (ઉં.12)ને ગંભીર ઈજા થતા દવાખાના દાખલ કરવામાં આવી હતી. આમ બન્ને જુડવાબેન બેહનો મા એકનુ મોત થતા બન્ને વિખૂટી પડી ગઈ હતી.