18 વર્ષ બાદ IPS અધિકારીઓની ત્રિ-દિવસીય શિબિરનું આયોજન
ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનમાં સોમવારથી 200થી વધુ આઇપીએસ ઓફિસર ગોષ્ઠિ કરશે
સંખ્યાબંધ બંદોબસ્ત, કોમ્બીંગ અને હર ઘર તિરંગા કાર્યક્રમની વચ્ચે વલસાડ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એસપી કક્ષા (એએસપી સામેલ) થી લઈને ડીજીપી કક્ષાના તમામ અધિકારીઓ (પાંચ-દસને બાદ કરતા) ત્રણ દિવસ માટે વલસાડના શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે રોકાશે.
ચિંતન શિબિરનો શુભારંભ ડીજીપી વિકાસ સહાય કરાવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી કયા-કયા દિવસે હાજર રહેશે તે અંગે ચોક્કસ જાણકારી મળી નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્યના SPથી લઈને DGP કક્ષાના બસ્સો જેટલાં અધિકારીઓ ચિંતન શિબિરમાં ભાગ લેશે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચિંતન શિબિરની શરૂૂઆત કરી છે. સામાન્ય રીતે IAS વહીવટી અધિકારીઓની ચિંતન શિબિર દર બે-ત્રણ વર્ષે યોજાતી રહે છે. ચિંતન શિબિરનો હેતુ સિનિયર અને જુનીયર અધિકારીઓ વચ્ચે ચોક્કસ વિષય પર સંવાદ થાય. સંવાદની સાથે-સાથે વિભાગમાં રહેલી ખામીઓ કેવી રીતે દૂર કરવી અને શું સુધારા લાવવા. આ વખતે પ્રથમ વખત યોજાઈ રહેલી પોલીસ વિભાગની ચિંતન શિબિરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સાયબર ક્રાઈમ મુખ્ય વિષય હશે કે કેમ તે કહેવું હાલ મુશ્કેલ છે.
ગાંધીનગર કરાઈ ખાતે વર્ષ 2007માં યોજાયેલી પોલીસ વિભાગની ચિંતન શિબિર બાદ 18 વર્ષ Historical Police Chintan Shibir વલસાડ જિલ્લામાં યોજાશે.આંમત્રિત તમામ અધિકારીઓએ ભાગ લેવો ફરજિયાત હોવાથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં ત્રણ દિવસ માટે પોલીસ કમિશનર હાજર નહીં મળે.
આવી જ સ્થિતિ રાજ્યની 9 રેન્જ, તમામ જિલ્લા તેમજ બ્રાંચમાં હશે. તમામ વિભાગના વડા તેમજ શહેરમાં ફરજ બજાવતા ઉઈઙ કક્ષાના અધિકારીઓ પણ ચિંતન શિબિરમાં હાજર રહેવાના છે.
સૂત્રોના જણાવ્યાનુસાર શહેરમાં એકાદ-બે ડીસીપીને બાકાત કરતા તમામ સિનિયર અધિકારીઓ ચિંતન શિબિરમાં હાજરી આપશે. ત્રણ દિવસ સુધી લગભગ Gujarat Policeમાં મહત્વના તમામ સ્થાન પર જુનીયર કક્ષાના અધિકારી અથવા DySP કક્ષાના અધિકારીને ચાર્જ આપવામાં આવશે.
જુજ સિનિયર IPS અધિકારીઓની સ્ટેટ ક્રાઈમ કોન્ફરન્સ થોડાંક જ દિવસો પહેલાં ડાંગ ખાતે યોજાઈ હતી.