મોરબીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ભાઇ-બહેન સહિત ત્રણ બાળકના મોત
રમતા-રમતા બનેલો બનાવ, શ્રમિક પરિવાર પર આભ ફાટયુ
પાનેલી રોડ પર સિરામિક કારખાના બહાર ત્રણ બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જતા ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા બે સગા ભાઈ-બહેન સહીત ત્રણ માસૂમ બાળકોના મોતને પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું હતું અને હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોરબીના પાનેલી રોડ પર આવેલ આરકોસ માઈક્રોન કારખાના બહાર બપોરના સમયે ત્રણ બાળકો રમતા હતા અને રમતા રમતા નજીક આવેલ પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા શ્રમિક પરિવારના બાળકો પ્રતિજ્ઞા ભુરુભાઈ જમરા (ઉ.વ.5), કુલદીપ કૈલાસભાઈ દાવર (ઉ.વ.6) અને ખુશ્બુ કૈલાસભાઈ દાવર (ઉ.વ.4) એમ ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા બે સગા ભાઈ બહેન સહીત ત્રણેય બાળકો મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારના હતા બાળકો ખાડામાં પડી ગયા બાદ ઘણા સમય સુધી કોઈને જાણ ના હતી અને પાણીમાં ડૂબી જતા બાળકોના મૃત્યુ નીપજયા હતા.
મૃતક બાળકો મૂળ મધ્યપ્રદેશના વતની છે જેનો પરિવાર છેલ્લા સાતેક વર્ષથી મોરબીમાં રહીને કામ કરે છે કુલદીપ અને ખુશ્બુ એમ બે સગા ભાઈ બહેનના કરુણ ઘટનામાં મોત થયા છે બે પરિવારના ત્રણ માસૂમ બાળકોના અકાળે મૃત્યુને કારણે શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું હતું અને બનાવને પગલે વિસ્તારમાં સોપો પડી ગયો હતો