અમદાવાદ ચંડોળા તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોનાં મોત
અમદાવાદમાં તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત થયા છે. જેમાં ચંડોળા તળાવમાં નાહવા પડેલા 3 બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. શ્રમિક પરિવારના 3 બાળકોના ડૂબવાથી મોત થયા છે. તળાવના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. તેમાં વરસાદનું પાણી ભરાતા બાળકો નાહવા ગયા હતા.શહેરના ઇસનપુર વિસ્તારનો ચંડોળા તળાવ હાલમાં તળાવની ડેવલપમેન્ટ વિકાસ કામગીરી ચાલે છે. જ્યાં વરસાદનું પાણી ભરાયેલું હોવાથી તળાવ પાસે રહેતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો નાહવા ગયા હતા.
જ્યાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા. આસપાસના લોકોએ પાણીમાંથી બહાર કાઢી એલજી હોસ્પિટલે બાળકોને લઇ ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.અગાઉ મોરબીમાં 3 બાળકો તળાવમાં ડૂબ્યા હતા જેમાં 2ના મોત થયા હતા. તળાવમાં નહાવા જતા સમયે આ દુર્ઘટના બની હતી. માળીયાના વર્ષામેડી ગામમાં આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણેય બાળકોને ગ્રામજનોએ તળાવમાંથી બહાર કાઢ્યા હતા.
તેમાં 1 બાળકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. મૃતક બાળકોના નામ મેહુલ મહાલીયા ઉંમર 7 વર્ષ તેમજ શૈલેષ ચાવડા ઉંમર 4 વર્ષ તેમજ ગોપાલ ચાવડા ઉંમર 5 વર્ષ હતી. તાજેતરમાં ભાવનગરના બોરતળાવમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી હતી. ભાવનગરથી સીદસર જતા રોડ ઉપર પાણીની ટાંકી નજીકથી મફતનગરના છેવાડે આવેલા બોરતળાવના કાંઠેથી તળાવમાં ડૂબી જતાં બાળકોના મૃત્યુ થયા હતા.