ભાવનગરમાં કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા
ભાવનગર નજીક આવેલ ભાલના જુના માઢીયા ગામ પાસેથી વેળાવદર ભાલ પોલીસે કારમાં વિદેશી દારૂૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સને ઝડપી લઇ વિદેશી દારૂૂ, કાર તેમજ મોબાઇલ મળી કુલ રૂૂ.1.53 લાખ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વેળાવદર ભાલ પોલીસ સ્ટાફ ગત મોડી રાત્રિના ભાવનગર - અમદાવાદ શોર્ટ રૂૂટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે માઢીયા ગામ પાસે આવેલ સવાઈનગર રોડ પાસેથી પસાર થઈ રહેલ સફેદ કલરની કાર નં.જી.જે.06-એફ.ક્યુ.-5861 ને અટકાવીને કારની તલાશી લેતા કારની પાછળની સીટમાંથી વિદેશી દારૂૂના 288 નંગ ચપટા, કિં. રૂૂ.33,120/- મળી આવ્યા હતા.
વેળાવદર ભાલ પોલીસે વિદેશી દારૂૂ, એસેન્ટ કાર તેમજ ત્રણ મોબાઇલ મળી કુલ રૂૂ.1,53,120/- નો મુદ્દામાલ કબજે કરી કારમાં સવાર ગૌતમ વિરમભાઈ સોલંકી ( રહે. વરતેજ ) રાજુ સુખાભાઈ પરમાર ( રહે. કરકોલીયા,તા. સિહોર ) અને હિતેશ હરિભાઈ ખસિયા ( રહે. ભડલી તા. સિહોર ) ની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.