જૂનાગઢ લૂંટ પ્રકરણમાં ત્રણ આરોપીઓ સંકજામાં
જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે ગણતરીના સમય પહેલા રહેતા જીતેન્દ્ર લોઢીયા અને તેના ભાઈ તુલસી લોઢિયા આ બંન્ને ભાઈઓ મેં બંધક બનાવી ત્યારબાદ ઠંડા કલેજે લૂંટ ચલાવવામાં આવી હતી રાજેસર ગામે લોઢીયા બંધુઓ સોના ચાંદીના બનાવવાનો વ્યવસાય કરે છે.ત્યારે રાત્રિના 10:00 વાગ્યાની આસપાસના સુમારે જીતેન્દ્ર લોઢિયાના પરિચિત વ્યક્તિ દીપક અશોક જોગિયા સોની વેપારી ના ઘરે આવેલ અને આ બંન્ને એકબીજાને ઓળખતા હોય જેને લઇ ચા પાણી પી વાતચીત કરી હતી. અને ત્યારબાદ જીતેન્દ્ર લોઢિયાને ચા પીધા બાદ પાણી પીવાની ટેવ હોય જેથી જીતેન્દ્ર લોઢીયા રસોડામાં પાણી પીવા માટે ગયા હતા. ત્યારે ઘરે આવેલ દિપક જોગીયા અને તેના બે સાથી મિત્રો લોઢીયા બંધુઓને છરી અને રિવોલ્વરની અણીએ બંધક બનાવી અને ઠંડા કલેજે દીપક જોગીયા સહિતની ત્રિપુટી એ સોની વેપારીના ઘરમાં રાખેલા સોનાના 8 બિસ્કીટ વજન 928 ગ્રામ કિં રૂૂ.58 લાખ, 21 કિલો ચાંદી કિં રૂૂ.14,.70 લાખ અને રોકડ રૂૂ. 9 લાખની લૂંટ ચલાવી હતી સોના, ચાંદી રોકડ મળી કુલ 81.70 લાખના મુદ્દામાલની લૂંટ કરી ત્રણે લૂંટારુઓ ગણતરીની મીનીટોમાં ફરાર થઈ ગયા હતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 81 લાખથી વધુની લૂંટ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અંગત બાતમીદારોની મદદ થી લાખોની આ લૂંટ કરનાર ત્રણે આરોપીઓનો ભેદ ઉકેલી તેને ઉપલેટા ગામેથી ઝડપી લીધા છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર મેંદરડા ના રાજેસર ગામે ઘટીત લૂંટ મામલે ડીવાયએસપી ધાંધલ્યા એ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મેંદરડા તાલુકાના રાજેસર ગામે થયેલ લુટ ને લઇ જીતેન્દ્રભાઈ લોઢીયા એ મેંદરડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તારીખ 1 ફેબ્રુઆરી ના રાત્રિના દશેક વાગ્યાના સમયે આરોપી દીપક જોગીયા અને બે અજાણ્યા ઇસમો સહિતની ત્રિપુટી દ્વારા લૂંટ આચરવામાં આવી હતી. ફરિયાદી જીતેન્દ્ર લોઢીયા તેમના ભાઈ સહિત પરિવારને બંધક બનાવી લૂંટારાઓએ સોનાના 8 બિસ્કીટ, 21 કિલો ચાંદી અને રોકડ રૂૂપિયા 09, લાખ ની લૂંટ ચલાવી નાસી ગયા હતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ દ્વારા લૂંટારોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી જે લૂંટ મામલે આરોપીઓને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી આ લૂંટનો માસ્ટર માઇન્ડ ગણાતો મુખ્ય આરોપી દિપક જોગીયા અને તેમની સાથેના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા દિપક જોગીયા, દિલીપ ઉર્ફ કોડીયો વાઘેલા અને વિમલ બારોટને ઉપલટાથી ઝડપી પાડવામાં
આવ્યા હતા. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી 81 લાખથી વધુ નો મુદ્દા માલ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી દીપક જોગીયા ફરિયાદીની ઓળખાણમાં હતો જેને લઈ જીતેન્દ્ર લોઢિયા પાસે સોનું હતું તેની જાણ આરોપીઓને હતી. ત્યારે પકડાયેલ આરોપીને આર્થિક તંગી હોવાના કારણે આ લૂંટ ચલાવી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. ઝડપાયેલા આરોપીઓની ક્રાઈમ કુંડળી તપાસતા આ પકડાયેલ આરોપી દિપક જોગીયા અને દિલીપ વાઘેલા અગાઉ પણ દારૂૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે.