ગોંડલ-બાબરા રોડ પર 24 કલાકમાં ત્રણ અકસ્માત: વૃદ્ધનું કરૂણ મોત
ગોંડલ પાસે આવેલ બીલડી અને ડોડીયાળા ગામ વચ્ચે બિસ્માર રોડના કારણે રોજિંદા અનેક અકસ્માતો સર્જાય છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અકસ્માત સર્જાયા છે જેમાં ગઇકાલે એક કાર પલ્ટી જવા પામી હતી ત્યાર બાદ ગત સાંજના બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અને આજે બપોરના સમયે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ગોંડલ બાબરા રોડ પર આવેલ અને ગોંડલ તાલુકાનું છેલ્લું ગામ બીલડી અને જસદણ તાલુકા નું ડોડીયાળા ગામ વચ્ચે નો મુખ્ય રોડ જે બે વર્ષ પહેલાં બનાવ્યો હતો જે રોડ પર આડા વરિયા (ખાડાઓ) પડી જતા રોજિંદા અનેક નાના મોટા અકસ્માત સર્જાય છે. ગઈ કાલે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગોંડલ તાલુકાના દેવચડી ગામ ના વૃદ્ધ શિવાભાઈ જીવરાજભાઈ વોરા (ઉ.વ. 65) વાળા પોતાની પત્ની સાથે બરેલ પીપળીયા પોતાની દીકરી ના ઘરે થી પરત ફરી પોતાના ઘરે દેવચડી જતા સમયે અકસ્માત સર્જાયો હતો. જેમાં શિવાભાઈ નું અકસ્માત માં મોત થયું હતું મૃતક શિવાભાઈ ના મૃતદેહ ને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ખરાબ અને બદતર રોડ ના કારણે ગઈ કાલે પણ એક કાર પલ્ટી મારી હતી જેમાં કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો ત્યાર બાદ આજ બપોર ના સમયે ત્રીજો અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર માં પિતા પુત્ર સવાર હતા જેમનો ચમત્કારી બચાવ થયો હતો સ્વીફ્ટ કાર ચાલક ગોંડલ થી લોનકોટડા તરફ જતા હતા અને સામે થી બાઈક સવાર ગોંડલ તરફ જતો હતો જેમાં બાઈક સવાર નો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા કાર ચાલક બાઈક સવાર ને બચાવવા જતા કાર પલ્ટી મારી જવા પામી હતી. અકસ્માત ના કારણે સ્થાનિક લોકો અને રાહદીઓ એ સ્વીફ્ટ કાર માંથી પિતા પુત્ર ને બહાર કાઢ્યા હતા. રાહદારીઓ એ જણાવ્યુ હતુ કે આ ગોંડલ બાબરા ને જોડતો મુખ્ય માર્ગ છે રોડ ખરાબ ના કારણે અનેક નાના મોટા અકસ્માત થાય છે વહેલા માં વહેલી તકે આ રોડ પર ના ખાડાઓ બુરવામાં નહીં આવે તો આગામી મોટા અકસ્માત થઈ શકે છે.