રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સફાઈ કામદારોને સેફ્ટીના સાધનો નહીં મળે તો કામ બંધ કરવાની ચીમકી

12:35 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના સફાઈ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવતા નથી .આથી જરૃર પડ્યે સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયન જામનગરમાં પ્રમુખ મહેશ બાબરીયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત પરમાર વગેરે દ્વારા મ્યુનિ. કમિશનર ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે તા. 17-9-ર4 થી શહેરમાં રાત્રી સફાઈ કામગીરી શરૃ કરવામાં આવી છે. વોર્ડ નંબર 1 ના અવેજી સફાઈ કામદાર વિજય વેલજીભાઈ બાબરીયા ને ગત તા. ર9-9-ર4 ના રાત્રે બે વાગ્યે હોસ્પિટલ માર્ગે રોડ ડીવાઈડરની સફાઈ કરતા હતાં ત્યારે એકટીવા સ્કુટરચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં વિજયને ફ્રેકચર સહિત ની ઈજા થઈ હતી.

રોડ-ડીવાઈડરની સફાઈ માટે મશીનરીનો ઉપયોગ કરવાનો હોય છે , જેનાં માટે લાખો રૃપિયા નો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે .આમ છતાં જબરજસ્તી થી સફાઈ કામદાર પાસે ડીવાઈડર સફાઈની કામગીરી કરાવવામાં આવે છે.જ્યારે અકસ્માત ના બનાવ માં મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતુ નથી.

સફાઈ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવતા નથી. હાથમાં મોજા, સેફટી સુઝ, હેલમેટ, માસ્ક કાંઈ પણ આપવામાં આવ્યા નથી. જો ચાલુ ફરજમાં અકસ્માત થાય તો કર્મચારીની હાજરી પુરવામાં આવે, અને કામદારોને ઈએસઆઈ ચુકવવામાં આવે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો સફાઈ કામગીરી બંધ કરવા ની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Tags :
cleanersgujaratgujarat newsjamnagarjamnagar newssafety equipment
Advertisement
Next Article
Advertisement