ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમલગ્ન કરનાર યુવાનના ઘરમાં ઘૂસી તોડફોડ કરી ધમકી

11:58 AM Aug 24, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પ્રેમિકાના પરિવારના પિતા-પુત્ર સહિતના પાંચ શખ્સો સામે ફરિયાદ

Advertisement

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં એક યુવકે પ્રેમ લગ્ન કર્યા છે, અને તેના પરિવારજનોને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમી યુવકના ઘરમાં તલવાર ધોકા પાઇપ જેવા હથિયારો સાથે ઘસી ગયેલા પ્રેમિકાના પરિવારના પાંચ સભ્યોએ તોડફોડ કરી હંગામો મચાવી સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર શાયોના શેરી નંબર ચારમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભીખુભાઈ ગોહિલે પોતાના ઘરમાં તલવાર ધોકા પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવી હંગામો મચાવવા અંગે અને ઘરના દરવાજામાં તોડફોડ કરી નાખી સીસીટીવી કેમેરા વગેરેને રૂૂપિયા 10,000 નું નુકસાન પહોંચાડવા અંગે અને સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે પ્રેમિકાના પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ભાવેશભાઈ ના ભાઈ ચિરાગ, કે જેણે હુમલાખોર આરોપી લખમણભાઇ દેવાભાઈ પિંડારિયા ના પરિવાર ની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરીને ચાલ્યો ગયો હોવાથી તેનું મન દુ:ખ રાખીને લખમણભાઇ પિંડારિયા અને તેનો પુત્ર તથા મોટાભાઈ અને તેના અન્ય બે સાગરીતો સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, અને હાલ તમામ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધ ખોળ ચલાવાઈ રહી છે.

Tags :
attactgujaratgujarat newsjamnaagrnewsjamnagar
Advertisement
Advertisement