For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે

01:17 PM Jul 07, 2025 IST | Bhumika
વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી  સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે

Advertisement

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીના પગલે તાત્કાલિક અસરથી કોર્ટ પરિસર ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. ધમકીભર્યા ઇમેલની જાણ થતાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલને આજે વહેલી સવારે ઇમેલ દ્વારા કોર્ટને ધમકી મળી હતી. ધમકીભર્યા ઇમેલ મળતાં જ તેમણે સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવી હતી. અને સુરક્ષાને ધ્યાને રાખી કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરવામાં આવ્યું હતું. વકીલો અને અસીલો સહિત તમામ લોકોને તાત્કાલિક કોર્ટ સંકુલની બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે વેરાવળ કોર્ટ બહારના મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

Advertisement

બોમ્બની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં ભયનો માહોલ છવાયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોર્ટમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement