વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજેવડોદરાની રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આવો ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો છે. આ બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે.
ધમકીભર્યો ઈ-મેલમળતા જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપવામાં આવી છે. સતત બીજા દિવસે ધમકીભર્યો ઈ-મેલ મળતાં વાલીઓ ચિંતામાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ- સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શાળામાં સઘન તપાસ શરૂ કરી હતી.
ગઇકાલે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને પોલીસે શાળામાં સાડા ત્રણ કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી.તપાસના અંતે પોલીસને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.