રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડાને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળ્યા બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ અને રાજકોટ પોલીસ કમિશનરેટની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટુકડીઓ સાબદી બની હતી અને એરપોર્ટને તાબડતોબ કોર્ડન કરી મુસાફરો અને સ્ટાફને સલામત સ્થળે ખસેડી મુખ્ય બિલ્ડીંગ અને આવતા-જતા પ્રવાસીઓના સામાન સહિત સમગ્ર હિરાસર સંકુલનો ખુણે-ખુણો ફંફોસી હકિકતમાં બોમ્બ ટ્રાન્સપ્લાન્ટ થયો હોય તો સુરક્ષા એજન્સીઓએ કઇ રીતે કામ લેવુ તેની મોકડ્રીલ યોજી હતી જો કે આ મોકડ્રીલ વિશે બન્ને એજન્સીઓને પણ ખરેખર ધમકી સાચી છે કે કવાયતના ભાગરૂૂપે ઉભી કરવામાં આવી છે તે અંગે કોઇ માહિતી હતી નહી. એરપોર્ટ સંકુલમાં ઉપસ્થિત મુસાફરો અને કર્મચારીઓ પણ થોડા કલાકો સુધી લશ્કરી ગતિવિધીઓ જેવી ડ્રીલ જોઇ અચંબીત બની ગયા હતા.
થોડા કલાકોની ભાગાદોડી બાદ ’સબ સલામત’નું સીગ્નલ અપાતા સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો. સમગ્ર કવાયતના અંતે બોમ્બ વિશે મોકડ્રીલ હોવાનું સીઆઇએસએફ દ્વારા જાહેર કરાયુ હતું. આમ અવાર-નવાર સલામતી પ્રબંધો જુદી-જુદી એજન્સીઓના કેટલા સટીક છે? તે જુદા-જુદા તંત્રવાહકો દ્વારા તપાસવામાં આવે છે.