અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેહાદથી આવેલી ફલાઈટમાં મળી ચિઠ્ઠી, સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર
દેશમાં છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકીઓ મળી રહી છે. આ દરમ્યાન અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ધમકી મળતા જ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા એરપોર્ટ પર તપાસ શરુ કરવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પરથી જેદાહથી આવેલી ઈન્ડીગોની ફલાઈટમાંથી મુસાફરો જયારે બહાર નીકળ્યા ત્યાર બાદ ક્લીનર દ્વારા ફલાઈટ ક્લીન કરવામાં આવી રહી હતી તે દરમ્યાન હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેને લઇને એરપોર્ટ ઓથોરીટીએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી
આ ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવશે. આ ઉપરાંત જે પણ મુસાફરો ફલાઈટમાં હતા તેમના લખાણના સેમ્પણ લેવાયા હતા. ધમકી આપનાર વ્યક્તિ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ અને ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.