અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે અગ્રણી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આજે ગુજરાતના બે શહેરને ધમકી ભર્યાં મેઇલ મળ્યાં છે. અમદાવાદ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો સુરતની બે સ્કૂલને પણ આવો જ ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. સુરતની જીડી ગોયેન્કા અને લાન્સર આર્મી સ્કૂલને બોંબથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇ મેઇલ મળ્યો છે. આ ધટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂૂ કરી છે.
એરપોર્ટ પર ડોગસ્ક્વોડ સાથે પોલીસે પહોંચી અને સઘન તપાસ શરૂૂ કરી હતી. સુરતની બંને સ્કૂલને આવા ધમકી ભર્યાં મેઇલ મળતાં સ્કૂલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી અને વાલી અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મેઇલના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવાઇ છ. અમદાવાદ એરપોર્ટ અને સુરતની બંને સ્કૂલ, જીડી ગોયેન્કા, લાન્સર આર્મી સ્કૂલ પર પોલીસ ટીમ પહોંચી ગઇ છે અને સઘન તપાસ કરી હતી. આ પહેલા 16 જુલાઇ બુધવારે સવારે દિલ્હીની 4 શાળાઓમાં બોમ્બના મેસેજ મળ્યા હતા બાદ પોલીસ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તપાસ શરૂૂ કરી હતી.
જો કે તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. બુધવારે સવારે દ્વારકા, વસંત કુંજ, પશ્ચિમ વિહાર અને હૌજ ખાસ વિસ્તારની 4 પ્રતિષ્ઠિત શાળાઓને ટપાલ દ્વારા બોમ્બ હોવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસ અને ઈમરજન્સી ટીમો સક્રિય થઈ ગઈ હતી.