For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલાના ધાતરવાડી ડેમમાં હજારો માછલાના મોત

11:57 AM Jul 29, 2025 IST | Bhumika
રાજુલાના ધાતરવાડી ડેમમાં હજારો માછલાના મોત

રાજુલા નજીક ધાતરવડી ડેમ-2 માં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આ ડેમમાં માછલીઓના મોતની અચાનક ઘટના પ્રવાહી જીવનતંત્ર માટે ગંભીર ચેતવણીરૂૂપ જણાઈ રહી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, રાજુલા બાયપાસ નજીક આવેલા ધાતરવડી ડેમ નં. 2માં નાના-મોટા માપની અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જળતળ ઉપર તરતી જોવા મળતાં સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે ઉચાટ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, આ ડેમ સિંચાઈ વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે. છતાં, આ ઘટના અંગે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન જાહેર કરાયું નથી.

આ અચાનક ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી, પરંતુ લોકોમાં વિવિધ પ્રકારની અફવાઓ અને શંકાઓ ઉઠી રહી છે. શ્રાવણ માસની પવિત્રતામાં આવી ઘટનાઓ ઊંડા આઘાતરૂૂપ બની છે. અનેક લોકો એ અનુમાન વ્યક્ત કર્યું છે કે શક્યત: કોઈ ઝેરી પદાર્થ પાણીમાં નાખવામાં આવ્યો હોય જેથી માછલીઓ એક સાથે મરી ગઈ હોય.

Advertisement

વિશેષમાં, શહેરના રાજકીય નેતા અને ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી અજયસિંહ ગોહિલે ઘટનાની ગંભીરતા ઓળખી યોગ્ય તપાસ અને જવાબદાર તંત્રને રજૂઆત કરવાની ખાતરી આપી છે. તેમનું કહેવું છે કે, આ બાબતે કડક તપાસ કરવામાં આવશે અને જરૂૂર જણાશે તો ઉચ્ચ તંત્ર સુધી વાત પહોંચાડવામાં આવશે.

લોકોનું કહેવું છે કે તંત્રએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક નમૂનાઓ મેળવી વિજ્ઞાનલક્ષી તપાસ શરૂૂ કરવી જોઈએ જેથી નુકશાનના મૂળ કારણો સામે આવી શકે. જો ખરેખર ડેમના પાણીમાં કોઈ પ્રકારના ઝેરી પદાર્થો મેળવવામાં આવ્યા હોય તો તેને માત્ર પ્રાકૃતિક તંત્ર માટે નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમરૂૂપ માનવું યોગ્ય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement