શિક્ષિકાને ન્યાય અપાવવા હજારો લોકોની કેન્ડલ માર્ચ
02:24 PM Jul 17, 2025 IST | Bhumika
સુરતના કતારગામમાં લફંગા યૂવાનના સતત ત્રાસથી કંટાળી 19 વર્ષિય ટયુશન શિક્ષિકા નેનુ વાવડિયાએ આપઘાત કરી લેતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને બુધવારે સાંજે શિક્ષિકાને ન્યાય અપાવવા કાઢવામાં આવેલી કેન્ડલ માર્ચમાં પ્લેકાર્ડ સાથે સ્વયંભૂ દસેક હજાર લોકો જોડાયા હતા અને આરોપીને કડક સજાની માંગણી કરી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં નીકળેલી આ વિશાળ કેન્ડલ માર્ચ લોકોમાં પ્રવર્તતા આક્રોશને ઉજાગર કરે છે.
Advertisement
Advertisement