For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનો બહિષ્કાર કરવો જોઇએ

01:14 PM Dec 23, 2024 IST | Bhumika
માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનો બહિષ્કાર કરવો જોઇએ

દાદા-દાદીથી મોટી કોઇ યુનિવર્સિટી નથી: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

Advertisement

સુરતમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈ મોટું નિવેદન આપ્યું હતું. રાજ્યનાં વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે. તેમજ પોલીસ વિભાગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનુ પરિવાર સાથે મિલન કરાવ્યું છે. તેમજ જે ઘરમાં દાદા-દાદી હોય તે ઘરના બાળકોને સંસ્કારની જરૂૂર નથી.જે લોકો માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તેનો બહિષ્કાર કરવો જોઈએ. માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારા વિરૂૂદ્ધ વ્યવહાર ન રાખવો જોઈએ.

સુરતમાં યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. આપણા સમાજમાં બદલાવ લાવવા યોદ્ધાઓ કામ કરી રહ્યા છે. નાના મોટા લોકોનું સન્માન કરવામાં આવશે તો જ સમાજ જીવનમાં ચોક્કસ બદવાલ આવશે. સમાજ જીવનમાં સગા ભાઈ જોડે પણ આવી ચર્ચા ક્યારેય કરતા નથી. આપણા રાજ્યમાં વૃદ્ધાશ્રમની અંદર વડીલોની સંખ્યા વધવી ન જોઈએ તેની જવાબદારી સરકારની છે. રાજકીય વ્યક્તિ આવું વિચારી જ ન શકે.

Advertisement

વૃદ્ધાશ્રમમાં જઈ એક દીકરા અને પરિવારે એક કરવાનું કાર્ય પોલીસ કરે છે. જે કાર્યને હજુ સફળતા મળી નથી. જે માતા પિતા ચપ્પલ ઘસીને દીકરાને ઉછેર્યો હોય અને મોટા થઈ દીકરો તેઓને વૃદ્ધાશ્રમમાં જઈ મૂકીને આવે છે. જ્યાં દાદા-દાદી હોય ત્યાં બાળકોને સંસ્કારોની જરૂૂર નથી. દાદા-દાદીથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. જે લોકો જોડે કોઈ પણ વેપાર વ્યવહાર ન કરવો જોઈએ. અને ત્યાર બાદ જુવો સમાજમાં કેવો બદલાવ આવે છે. સમાજમાં આજની સંસ્કૃતીની ચિંતા કરી જતન કરનારા લોકોને હું અભિનંદન પાઠવું છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement