રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હડતાળમાં નહીં જોડાવા લેખિત આપનારને પરત લેવાશે

05:28 PM Mar 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ખાતાકીય પરીક્ષા પાસ કરો અને નોકરી પર લાગો, સરકારની આંદોલનકારીઓને ઓફર

Advertisement

ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે તા. 17 માર્ચથી એકસાથે હડતાળ પર ઉતરી ગયા હતા. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની કામગીરીની અસર પહોચી છે. જેમાં મુખ્યત્વે રસીકરણ, સર્વેલન્સ તેમજ મેલેરિયા નાબૂદી સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જેને લઈ સરકારે હડતાલીયા કર્મચારીઓને કામ પર પહોચી જવા માટે તાકીદ કરી હતી તેમછતાં પણ આરોગ્ય કર્મચારીઓ કામ પર નહીં પહોચતા તેની સામે એસ્મા લાગૂ કરવાની ચીમકી આપી હતી.

હડતાળમાં નહીં જોડાવા લેખિત બાંહેધરી આપશે તો પરત લેવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ ચીમકી બાદ રાજકોટ જિલ્લાનાં કરાર આધારિત 211 કર્મચારીઓ તેમજ અન્ય 58 કર્મચારીઓ પોતાની ફરજ ઉપર પરત ફર્યા હતા પરંતુ, બાકીનાં 331 કાયમી કર્મચારીઓએ હડતાળ યથાવત રાખી હતી. જેને પગલે આ બધા 331 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના અંતે જે કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓ આપવાની બાકી હોય એવા તમામ કર્મચારીઓને આજે એકસાથે ફરજ પરથી છુટા કરવામાં આવ્યા છે. જોકે, આ કર્મચારીઓ પોતાની ખાતાકીય પરીક્ષા આપવાની સાથે ફરી હડતાળમાં નહીં જોડાવા લેખિત બાંહેધરી આપશે તો તેને પરત લેવામાં આવશે.

269 કર્મચારીઓ કામ પર પરત આવી ગયા હતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફુલમાલીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 580 આરોગ્ય કર્મચારીઓ છે. આ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારની સુચના પ્રમાણે કર્મચારીઓને સર્વિસ બ્રેક સાથે ખૂલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી હતી. જેને લઈ ફિક્સ પગારમાં ફરજ બજાવતા 211 કર્મચારી અને 58 અન્ય કર્મચારીઓ મળી 269 કર્મચારીઓ કામ પર પરત આવી ગયા હતા. જોકે 331 કર્મચારીઓ પરત નહીં આવતા તમામ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂૂ કરવામાં આવી હતી.
કુલ 217 કર્મચારીઓને હાલ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા વધુમાં તેમણે જણાવ્યું કે, જે કર્મચારીઓની નોકરીને 7 વર્ષ પૂરા થયા હોય એવા ખઙઇંઠ (મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર) અને એફએચડબલ્યુ (ફિમેલ હેલ્થ વર્કર) સહિતનાઓએ ખાતાકીય પરીક્ષાઓ આપવી ફરજીયાત છે. ત્યારે આ પરીક્ષાઓ નહીં આપનારા કુલ 217 કર્મચારીઓને હાલ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ માટે ઇમેલથી તમામ કર્મચારીઓને જાણ પણ કરી દેવામાં આવી છે. કર્મચારીઓને પરીક્ષાઓ નહીં આપવાના કારણોસર છુટા કરવામાં આવ્યા હોવાથી જો તેઓ પરીક્ષા આપીને ફરી હડતાળમાં નહીં જોડાવા લેખિત બાંહેધરી આપશે તો જ તેમને પરત લેવામાં આવશે.

અગ્ર સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની તા. 27 માર્ચની વીડિયો કોન્ફરન્સમાં મળેલ સુચના અન્વયે વંચાણ-6થી જિલ્લા વિકાસ અધિકારી તા. 28 માર્ચની નોધ-13 પર મળેલ મંજૂરી મુજબ વંચાણ-4 અન્વયે આપના નિમણુંક આદેશની શરત મુજબ નોકરી દરમિયાન સરકાર અથવા જિલ્લા પંચાયત તરફથી જે કોઈ તાલીમ અગર પરીક્ષા અગર બન્ને નક્કી કરે તે નિયત સમય મર્યાદામાં તાલીમ લેવાની તેમજ પરીક્ષા પાસ કરવાની રહેશે તેમ કરવામાં નિષ્ફળ ગયા તો વગર નોટીસે છુટા કરવામાં આવશે. આપે સરકાર દ્વારા નિયત કરેલ પરીક્ષા પાસ કરેલ ન હોય, તા. 28મી માર્ચનાં રોજ કચેરી સમય દરમ્યાય આપની સેવાઓ સમાપ્ત કરવાનો આથી આદેશ કરવામાં આવે છે.

Tags :
gujaratgujarat newshealth workerstrike
Advertisement
Advertisement