માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવાર
ગુજરાત સરકાર વાહન અકસ્માત સારવાર સહાય યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં રૂા. 6.93 કરોડની સહાય ચૂકવાઈ
હાઇવે પર થતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમા તાત્કાલિક સારવાર મળે તો ઘાયલનો જીવ બચી શકે છે. પૈસાના વાંકે દર્દીને સારવાર મળવાનો વિલંબ ન થાય તે માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઘાયલ દર્દીઓને કેશલેસ સારવાર મળી રહે તે માટે આયોજન હાથ ધરાયું છે. મોટા ભાગે હાઇવે પર જયારે અકસ્માત થતો હોય છે, ત્યારે ઘાયલ વ્યક્તિ સભાન અવસ્થામા ન હોવાથી તે સારવારના ખર્ચ માટે સમર્થ છે કે નહીં તે જાણી શકાતું નથી. આવા ઘાયલને જયારે હોસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યારે તેને જરૂૂરી ઇમર્જન્સી સારવાર માટે કોઈ અંગત વ્યક્તિ ખર્ચ દેવા હાજર ન પણ હોઈ શકે.
આ સ્થિતિમાં હોસ્પિટલમાં તેઓને કેશલેસ સારવાર મળી રહે તે જરૂૂરી છે. ત્યારે તેઓને દિવસ 7 સુધી અધિકૃત હોસ્પીટલ તેમજ PMJAY યોજનાની બધી હોસ્પિટલમાં સારવાર મળવા પાત્ર છે. ખાસ કરીને વાહન અકસ્માતમાં જે વાહન પાસે થર્ડ પાર્ટી વીમો નથી હોતો, અથવા હિટ એન્ડ રન કેસમાં વાહન ચાલક ફરાર થઈ જતા ઘાયલને સારવારનો ખર્ચ મળી રહે તે જરૂૂરી છે. આવા કિસ્સામાં દર્દીનો સારવાર ખર્ચના ક્લેઇમની ચુકવણી માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એકાઉન્ટમાંથી કરવામાં આવશે.
આ અંગે પૂર્તતા કરવા માટે માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રોડ સેફટી કમિટીના અધ્યક્ષને આ અંગેની સત્તા આપવામાં આવી છે. માર્ગ સલામતી સમિતિ ખાસ આ બાબતે અનુકૂળતા સાધે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજનાની અમલવારીમાં ફરિયાદના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ ઓફિસર નીમવામાં આવશે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તેમજ નોન ડેઝીગ્નેટેડ હોસ્પિટલ પણ સહકાર આપે તે જરૂૂરી છે. જનજાગૃતિ માટે મેડિકલ એસોસિએશન, રેડક્રોસ સહિતની સંસ્થાઓ વધુને વધુ જાગૃતિ ફેલાવે તે પ્રકારે રોડ સેફટી કમિટી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. વધુમાં પીડિતને હોસ્પિટલમાં દાખલ થવાની કે ટ્રીટમેન્ટને લગતી ફરિયાદ માટે નેશનલ હાઇવે ઓથોરિટીના ટોલફ્રી હેલ્પલાઇન નં 14555 પર સંપર્ક કરી શકાય છે.
ગુજરાત રોડ સેફટી કમિટીના નિવૃત્ત સી.ઈ.ઓ. અને એક્સપર્ટ મેમ્બર જે.વી. શાહે સારવાર પ્રક્રિયા અંગે વધુ વિગત આપતા જણાવ્યું છે કે, ભારત સરકારની યોજનાના સફળ અમલીકરણ માટે પોલીસ અને આરોગ્ય વિભાગનો મુખ્ય રોલ રહેશે. રોડ સેફ્ટી ઓથોરિટી રાજ્ય સ્તરે મોનિટરિંગ કરવા નોડલ એજન્સી છે. જિલ્લા સ્તરે પ્રશ્નોના નિવારણ માટે નિવાસી અધિક કલેકટરને ગ્રિવન્સ રિડ્રેસલ ઓફિસર અને નોડલ અધિકારી બનાવેલ છે. પોલીસે યઉઅછ પર વિક્ટિમનું ઈંઉ જનરેટ કરવાનું રહેશે. જો વિક્ટિમ જાતે હોસ્પિટલ પહોંચે તો હોસ્પિટલ ઈંઉ જનરેટ કરશે, જેને પોલીસે 24 કલાકમાં ક્ધફર્મેશન આપવાનું રહેશે કે આ માર્ગ અકસ્માતનો જ કેસ છે. એમ્પેનલ ના હોય તેવી હોસ્પિટલ 24 કલાક સુધી 10 હજાર સુધીની સ્ટેબિલાઇઝેશન સારવાર આપી શકશે. PMJAY યોજનાની બધી હોસ્પિટલમાં આ યોજનામાં પણ એમ્પેનલ હોસ્પિટલ છે.
