રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આ…તું ખોટું કરે છે, રજૂઆત કરવાનો આ સમય નથી: મુકેશ દોશી

04:14 PM Sep 07, 2024 IST | admin
Advertisement

ભાજપ કાર્યાલયે રજુઆત માટે ગયેલા સફાઇ કામદારોના નેતાને શહેર ભાજપ પ્રમુખે તતડાવી નાખ્યા

Advertisement

એક બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલે ગઇકાલે પ્રથમ વખત રાજકોટની મુલાકાત લીધી હતી. જોકે પાટીલ રાજકોટ પહોંચે તે પહેલા રાજકોટ ભાજપ કમલમ કાર્યાલય ખાતે દલિત સમાજના ભાજપના જ અગ્રણી પારસ બેડિયાની અધ્યક્ષતામાં સફાઇ કામદારો ભરતીના વિરોધમાં વિરોધ કરવા પહોંચતા હોબાળો મચી ગયો હતો.

સી.આર.પાટીલનાં આગમન પહેલા મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચતા સફાઈ કામદારોને શહેર પ્રમુખે કડક ભાષામાં ખખડાવ્યા હતા. પરંતુ પછી પરસેવો છૂટતા ખુલાસો આપવો પડ્યો હતો.

ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ભાજપના કાર્યાલયના કાર્યક્રમમાં આવ્યાં હતાં. આ સમયે ભાજપ પક્ષના જ દલિત સમાજના યુવા અગ્રણી અને સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ કાર્યકરો અને લોકો સાથે રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. જોકે, ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશીએ કડક ભાષામાં તતડાવ્યા હતા. શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું, આ રીતે વિરોધ કરવો એ યોગ્ય ન કહેવાય.

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સફાઇ કામદારોની રજુઆત કરવા આવેલા પારસ બેડીયા સામે ડોળા કાઢીને કડકાઇ ભરી ભાષામાં જણાવ્યુ હતુ કે, રજુઆત કરવાનો અત્યારે સમય નથી…આ તું ખોટુ કરે છે મારા ભાઇ… મને રજુઆત કરવાનો અત્યારે સમય નથી, મહેરબાની કરીને પાછા વયાજાવ. કેન્દ્રીય મંત્રી પહલેી વાર આવે છે. જો સ્હેજેય અવાજ થયા કે, સ્હેજય રજુઆત થઇને તો સારૂ નહીં થાય.

આ બાબલ બાદ પાંચ લોકો જ રજુઆત માટે રહેશે તેવો વચલો માર્ગ કાઢવામાં આવ્યો હતો. જો કે, આમ છતા રજુઆત કર્તાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. જોકે, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મોટા ભાઈ તરીકે બોલ્યો, તેમ છતા દિલથી માફી માંગુ છું. તેમણે જણાવ્યું કે, રજૂઆત કરવા આવનાર ભાજપ પરિવારના હતા. આ માટે મોટાભાઈ તરીકે ઠપકો આપ્યો હતો.

ટોળુ કાર્યાલયે મોકલવામાં પણ ભાજપનો જ દોરી સંચાર?
રાજકોટ શહેર ભાજપમાં નબળા મનાતા પ્રમુખ મુકેશ દોશીનો ભાજપનુ જ એક જૂથ દાવ લઇ રહ્યુ હોય તેમ તાજેતરમાં સદસ્યતા અભિયાનના લીસ્ટમાં પાર્ટીમાંથી હાંકી કાઢેલા બે કોર્પોરેટરોના નામ ચડાવી દઇ પલિતો ચાંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગઇકાલે ભાજપના પૂર્વે ભાજપનો જ કાર્યકર પારસ બેડીયા ભાજપની ખેસ અને ટોપી પહેરી સફાઇ કામદારોના ટોળા સાથે ભાજપ કાર્યાલયે પહોંચ્યો તેની પાછળ પણ ભાજપના જ ચોક્કસ જૂથનો દોરી સંચાર હોવાનું માનવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsMukesh Doshirajkotrajkot newstime to present
Advertisement
Next Article
Advertisement