રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવ બાયોમેડિકલ વેસ્ટનો આ પ્લાન્ટ ફરી ધમધમવા માંડ્યો !!

12:12 PM Jul 29, 2024 IST | admin
Advertisement

ગાંધીનગરથી બંધ કરાવવામાં આવેલો આ પ્લાન્ટ ફરી શરૂ થતાં હરિપરના ગ્રામજનો વધુ એક વખત ચિંતિત

Advertisement

પ્લાન્ટમાં ફાયર સેફટીની તપાસ જરૂરી, ગ્રામજનો વર્ષોથી આ પ્લાન્ટની ગંદકી, બદબૂ અને ઝેરી ધુમાડાઓ વેઠી રહ્યા છે

જામનગર-લાલપુર રોડ પર હરિપર ગામની તદ્દન નજીક આવેલો બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટેનો પ્લાન્ટ વર્ષોથી સેંકડો ગ્રામજનો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. છે ક, ગાંધીનગરથી આ પ્લાન્ટ બંધ કરાવવા આદેશ છૂટેલો, પ્લાન્ટ બંધ પણ થયો. પરંતુ ફરી દેવ એ ચમત્કાર કર્યો. પ્લાન્ટ ફરી ધમધમવા લાગ્યો. આ પ્લાન્ટ દેવ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ કંપનીનો છે, આ કંપની જામનગરની છે. ભૂતકાળમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ પણ આ પ્લાન્ટ વિરુદ્ધ ધગધગતો રિપોર્ટ છેક ગાંધીનગર મોકલાવેલો.

હરિપરના સરપંચ તુલસીભાઈ અકબરી વર્ષોથી ગ્રામ પંચાયત વતી આ પ્લાન્ટ વિરુદ્ધ લડત ચલાવી રહ્યા છે. છેક ગાંધીનગર સુધી અનેકવખત રજૂઆત કરી ચૂક્યા છે. કાલે ગુરૂૂવારે સાંજે તેઓ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં અને ચીફ એડિટર દિપક ઠુંમર સમક્ષ તેઓએ આ પ્લાન્ટને કારણે હરિપરના ગ્રામજનોને થતી સમસ્યાઓ અંગે બધી વિગતો આપી હતી.

સરપંચ તુલસીભાઈ અકબરીએ જણાવ્યું છે કે, દેવ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનો આ પ્લાન્ટ હરિપર ગામથી માત્ર 500 મીટરના અંતરે આવેલો છે. આ પ્લાન્ટમાં ઝેરી, જોખમી, ચેપી અને અતિશય ગંદો બાયોમેડિકલ વેસ્ટ સળગાવવામાં આવે છે. જેનો અત્યંત પ્રદૂષિત અને તીવ્ર દુર્ગંધ ધરાવતો ધુમાડો હરિપર ગામ પર છવાઈ જાય છે અને સેંકડો ગ્રામજનોના આરોગ્ય સામે પડકાર ખડો કરે છે. આ પ્લાન્ટની તદ્દન નજીક હાઈસ્કૂલ આવેલી છે. સેંકડો બાળકો જ્યાં અભ્યાસ કરતાં હોય એ સરસ્વતીના ધામ નજીક પ્રદૂષણ ઓકતો આ પ્લાન્ટ છાત્રો અને શૈક્ષણિક સ્ટાફ માટે પણ જોખમી છે.

તુલસીભાઈ અકબરીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્લાન્ટની ગેરરીતિઓ અને પ્રદૂષણ તથા ખામીઓ અંગે છેક ગાંધીનગર રજૂઆત કરવામાં આવેલી. બાદમાં ગાંધીનગરથી હુકમ થતાં અહીંના તાલુકામથક લાલપુરથી વીજ સત્તાવાળાઓએ આ પ્લાન્ટનું વીજજોડાણ કાપી નાંખેલ હતું. જો કે એ પછી એક જ મહિનામાં આ પ્લાન્ટ ફરી શરૂ થઈ જતાં ગ્રામજનો વધુ એક વખત ચિંતિત બની ગયા છે. અને, ગાંધીનગરથી બંધ કરાવવામાં આવેલો આ પ્લાન્ટ, કોની, કઈ કળાથી આટલાં જ દિવસોમાં ફરી ધમધમવા લાગ્યો ? આ મુદ્દે સરપંચ અને ગ્રામજનો બધાં જ અચરજ અનુભવી રહ્યા છે.

સરપંચ તુલસીભાઈ વધુમાં જણાવે છે કે, હાલ આ પ્લાન્ટ વીજળી અને ડીઝલ એમ બંનેથી સંચાલિત છે. પ્લાન્ટમાં આશરે 35 જેટલાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. વીજળી ડીઝલચાલિત આ પ્લાન્ટ કર્મચારીઓ માટે જીવનું જોખમ સાબિત થઈ શકે એમ છે. આ પ્લાન્ટ ફાયર એનઓસી ધરાવે છે કે કેમ, તેની તપાસની પણ માંગ કરવામાં આવી છે. આ સમગ્ર તપાસ હરિપરના સરપંચને સાથે રાખીને કરવામાં આવે એવી પણ માંગ છે. રાજકોટ માફક અહીં પણ અગ્નિકાંડ સર્જાઈ શકે છે, એવી ભીતિ વ્યક્ત કરી સરપંચ તુલસીભાઈ જણાવે છે કે, હવે પછી આ ધમધમતા પ્લાન્ટમાં કોઈ પણ દુર્ઘટના સર્જાશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારીઓ લગત અધિકારીઓની રહેશે. આ મતલબની રજૂઆત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કલેક્ટર કચેરી તથા વન અને પર્યાવરણ મંત્રી સમક્ષ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં આ પ્લાન્ટના સંચાલક દ્વારા ગંદા, જોખમી, ઝેરી અને ચેપી એવા બાયોમેડિકલ વેસ્ટને અહીં પ્લાન્ટમાં તથા આસપાસની જમીનમાં દાટવામાં આવેલો. હરિપરની નદીના પટને પણ દૂષિત કરવામાં આવેલો. તે સમયે પણ આ પ્લાન્ટ વિરુદ્ધ મોટો ઉહાપોહ મચી ગયો હતો. નવેસરથી આ પ્લાન્ટ શરૂ થતાં સ્થાનિક સ્તરે તથા પાટનગર સુધી સરપંચ તુલસીભાઈ અકબરીએ લેખિત રજૂઆતો કરી હોવાનું જામનગર મિરરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

Tags :
biomedicalgujaratgujarat newsjamnagarjamnagarnews
Advertisement
Next Article
Advertisement