ફાઇટ કરીને નામ,દામ મેળવે છે આ યુવતી
દરેક મહિલા પોતાની સુરક્ષા કરી શકે તે માટે દર શનિવારે 13 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને ફ્રી સેમિનારમાં કિક, પંચ, સુરક્ષાની ટેક્નિક શીખવે છે ઈશિકા થીટે
ગુજરાતની પ્રથમ પ્રોફેશનલ ફાઇટર ઈશિકા થીટે ટાઈગર શ્રોફના પ્રમોશનલ મેટ્રિક ફાઇટ નાઈટમાં
પણ પસંદગી પામ્યા છે
‘અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ગુજરાત સેફ છે પરંતુ તાજેતરમાં વડોદરામાં બનેલ દુષ્કર્મની ઘટનાથી આપણે હલી ગયા છીએ.જે ઘટના યુપી, બિહાર માટે સામાન્ય છે તેવી ઘટના ગુજરાતમાં બને છે ત્યારે આપણે જાગી જવાની જરૂૂર છે.આપણે જ આપણી સુરક્ષા કરવી પડે તેવા સંજોગો ઊભા થયા છે તેથી દરેક મહિલા પોતાની સુરક્ષા કરી શકે તે માટે દર શનિવારે 13 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને ફ્રી સેમિનારમાં કિક, પંચ,અમુક સુરક્ષાની ટેક્નિક શીખવીએ છીએ’ આ શબ્દો છે વડોદરાના ધ ડોજોના ઓનર અને ટાઈગર શ્રોફની મેટ્રિક ફાઇટ નાઈટમાં પસંદગી પામનાર ગુજરાતના પ્રથમ કોમર્સિયલ ફાઇટર ઈશિકા થીટેના.
વડોદરામાં જન્મ અને અભ્યાસ કર્યો.માતા વિજયમાલા થીટે અને પિતા શિરીષ થીટે. પિતાજી માર્શલ આર્ટના કોચ હતા એટલે ચાર વર્ષની ઉંમરથી ઇસિકા પણ માર્શલ આર્ટ કરતા. કરાટે, જુડો, વેપન્સ,આર્ચરી વગેરે કરતા એ સમયે જુદી-જુદી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ અનેક મેડલ અને ઇનામો જીત્યા.ધીમે ધીમે નાની જગ્યા રાખીને તેણીએ બોક્સિંગ અને જીમ શરૂૂ કર્યું. ફ્રી માર્શલ આર્ટમાં કિક બોક્સિંગ,મિક્સ માર્શલ આર્ટ,કરાટે, જૂડો વગેરેના જુદા જુદા પ્રોગ્રામ તેમજ દર શનિવારે મહિલાઓ માટે ફ્રી સેલ્ફ ડિફેન્સ શીખવવાનું શરૂૂ કર્યું. હાલ વડોદરામાં ધ ડોજો નામથી વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે અલ્ટ્રા મોર્ડન ફિટનેસ સેન્ટર ધરાવે છે.જ્યાં સોના બાથથી લઈને હેલ્થ કેફે, ડાયટિશિયન ઉપરાંત ટ્રેનિંગ સેન્ટર સાથે ગાઇડન્સ પણ આપે છે.અમુક લોકો ફિટનેસ માટે આવે છે અમુક સ્પોટ્ર્સની તૈયારી માટે આવે છે તો અમુક હેલ્થ માટે પણ આવે છે.
ઈસિકા ગુજરાતની પ્રથમ પ્રોફેશનલ ફાઈટર છે.પ્રોફેશનલ ફાઇટર એટલે જેમ સ્ટેટ,નેશનલ અને ઓલિમ્પિક રમીએ એ રીતે પણ તેનાથી એક ડગલું આગળ છે.જેમાં ફાઇટ કરવા માટે નામ, દામ મળે છે.ફાઇટ કરવા માટે પેમેન્ટ, ફ્લાઇટ ટિકિટ મળે છે.તેમાં મેડલ નથી હોતા પરંતુ ઇન્ટરનેશનલ ફોરમ પર રેકોર્ડ રહે છે.તેમની અલગ ઓળખ બને છે. ઈસિકા ટાઈગર શ્રોફના પ્રમોશનલ મેટ્રિક ફાઇટ નાઈટમાં પણ પસંદગી પામ્યા છે.
મહિલાઓને હેલ્થ માટે જાગૃત કરતા તેઓએ જણાવ્યું કે, ‘મહિલાઓએ ખાસ ફિટનેસ જાળવવી જરૂૂરી છે.ભારતીય સમાજમાં મહિલાઓની ભૂમિકા પરિવારમાં કેન્દ્ર સ્થાને છે.બધાનું કર્યા પછી પણ પોતાના વિશે વિચારતી નથી.બાળકનું વધ્યું ઘટયું ખાવું,બધું ચલાવી લેવું તે ક્યારેક તેની હેલ્થ ઉપર અસર કરે છે તેથી દરેક મહિલાને ખાસ વિનંતી કે પોતાના ફિટનેસ અને ડાયેટનો ખાસ ખ્યાલ રાખે.જાત સાજી હશે તો પરિવારનું પણ ધ્યાન રાખી શકસો.’
મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ કેટલું જરૂૂરી છે એ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે,મહિલાઓ હવે સુરક્ષિત નથી.ઘરેલુ હિંસામાં પણ માર મારવો સામાન્ય બાબત છે.દીકરી સેલ્ફ ડિફેન્સ શીખી હશે તો તે સામનો કરી શકશે. તેણે પોતાના બોડી માટે ફિટનેસ જાળવી હશે અને સ્ટ્રોંગ હશે તો એક થપ્પડ ખાશે તો સામે બે થપ્પડ લગાવી દેશે.જો સેલ્ફ ડિફેન્સ આવડતું હશે તો આત્મવિશ્વાસ પણ આવશે અને સંજોગો સામે લડત આપી શક્શે.અમારા ફ્રી સેમિનારમાં કિક, પંચ,એડવાન્સ ટેક્નિક શીખવીએ છીએ.ઘણીવાર દીકરી બહાર ભણવા જાય છે ત્યારે પણ તેના માટે આ તાલીમ ઉપયોગી બને છે.સ્ત્રસ્ત્ર હાલ તેમના એક સ્ટુડન્ટની પ્રોફેશનલ ફાઇટર તરીકે પસંદગી થઇ છે ત્યારે તેમનું સ્વપ્ન છે કે ગુજરાતમાંથી વધુમાં વધુ યુવાનો અને યુવતીઓ પ્રોફેશનલ ફાઇટર તરીકે જોડાય અને નામ, દામ, કામ મેળવે. ઈસિકા થીટેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
માતાઓને ખાસ વિનંતી કે…
ઇસિકાએ જણાવ્યું કે માતાઓને ખાસ વિનંતી કે દીકરી માટે જેમ કપડાં,ઘરેણાં જરૂૂરી છે એટલું જ સેલ્ફ ડિફેન્સ જરૂૂરી છે.અમુક વખતે વાગી જવાનો ડર પણ હોય છે પરંતુ આ બધામાંથી બહાર આવીને દીકરીને એટલી સ્ટ્રોંગ બનાવો કે કોઈ ઊંચી નજર કરીને પણ જોવાની હિંમત ન કરે.
એમએમએ શું છે?
એમએમએ એટલે મિક્સ માર્શલ આર્ટ.જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે.50 થી 60 વર્ષ જૂનું છે. સ્પોર્ટ્સ કે જેમાં કરાટે, કુસ્તી, જૂડોનો સમાવેશ થઈ જાય છે.બોક્સિંગ,કિક બોક્સિંગ, જૂજુપ્સુ(જેમાં તમે નીચે પડી જાવ અને તમારાથી વધુ વજનની વ્યક્તિ તમારા પર હોય તો તેને લોક કે ચોપ કરી ન્યૂટ્રલાઈઝ કરી શકો. જે સ્ત્રીઓ માટે ખૂબ સારુ છે.
Written by: Bhavna Doshi