For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નગરપાલિકાઓમાં ‘થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન’ જ ભ્રષ્ટાચારની ગંગોત્રી

03:26 PM Dec 06, 2025 IST | Bhumika
નગરપાલિકાઓમાં ‘થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન’ જ ભ્રષ્ટાચારની ગંગોત્રી

વિકાસ કામોની ગુણવત્તા ચકાસતી એજન્સીઓને દૂધના રખોપા જેવી સ્થિતિ, એજન્સીઓ દ્વારા જ બેફામ ભ્રષ્ટાચાર

Advertisement

એજન્સીઓ નક્કી કરવામાં જ મોટું સેટિંગ, એન્જિનિયરો અને સાઇટ સુપર વાઇઝરની પસંદગીથી માંડી નીતિ-નિયમો ઘડવામાં ભારે ગેરરીતિ

ગુજરાતમાં નગરપાલિકાઓ દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી થતા કરોડો રૂપિયાના વિકાસ કામો ગુણવતા વાળા થાયય અને કામોમાં ભ્રષ્ટાચાર થાય નહીં તે માટે બનાવવામાં આવેલી ‘થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન’ (ટીપીઆઇ) અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ (પીએમસી) એજન્સીઓ જ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગઇ હોવાનો આર.ટીે.આઇમાં ઘટસ્ફોટ થતા વહીવટી તંત્ર જાગ્યુ છે અને ભાવનગર ઝોનની નગરપાલિકાઓમાં ચાલતા તમામ કામો ઉ5ર ખાસ તકેદારી રાખવાની સુચનાઓ આપવામાં આવી છે.

Advertisement

ગુજરાતની નગરપાલિકાઓમાં ચાલતા વિકાસ કામોમાં ગુણવતા જાણવણી તથા ઇન્સ્પેકશન માટે નિમાતી એજન્સીઓ નક્કી કરવામાં જ મોટુ ‘સેટિંગ’ ચાલતુ હોવાનુ કહેવાય છે. અત્યાર સુધી આવી એજન્સીઓ દ્વારા શું કામગીરી કરવામાં આવી તેની સર્વગ્રાહી તપાસ થાય તે જરૂરી છે.

ગુજરાત રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં કરોડો રૂૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના સંચાલન અને ગુણવત્તા નિરીક્ષણ માટે નિમાયેલી પીએમસી ((Project Management Consultant) અને ટીપીઆઈ એજન્સીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ નિલેશ ગરાણીયાએ આ અંગે રાજ્યની તમામ પ્રાદેશિક કચેરીઓમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદમાં ગુજરાત સરકારને કરોડો રૂૂપિયાનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો અને નગરપાલિકાના અધિકારીઓ સાથે એજન્સીઓ મિલીભગત કરીને અંગત આર્થિક લાભ મેળવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર ફરિયાદના પગલે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી નગરપાલિકાઓમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર તકેદારી રાખવાના સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા છે.

એજન્સીઓની નિમણૂક મોટી રકમના વિકાસના કામોમાં યોગ્ય પદ્ધતિ અને નિયમો અનુસાર કામ થાય, ગુણવત્તા જળવાય અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. PMC ખઈ પ્રોજેક્ટનું આયોજન, દેખરેખ અને વ્યવસ્થાપન કરે છે, જ્યારે TPI કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા અને માપણીનું સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરે છે. આ એજન્સીઓની નિમણૂક નગરપાલિકાઓ દ્વારા અથવા મોટા પ્રોજેક્ટ્સ માટે સરકાર કક્ષાએથી થતી હોય છે. પરંતુ આ એજન્સીઓ જ ભ્રષ્ટાચારની જનક બની ગયાનું સ્પષ્ટ થઇ રહ્યુ છે. ત્યારે ઉચ્ચસ્તરીય તપાસ થાય તો મોટુ કૌંભાડ બહાર આવવાની પુરી શક્યતા છે.

આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી પીએમસી અને ટીપીઆઈને અપાયેલા વર્ક ઓર્ડરની નકલોના આધારે ગંભીર આક્ષેપો કર્યા છે. કે એન્જિનિયરો તેમજ સાઇટ સુપરવાઈઝરની વિગતોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. તેમના આક્ષેપ મુજબ આ એજન્સી ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓની સાથે મળીને સરકારી નીતિ-નિયમો તોડીને નાણાકીય નુકસાન પહોંચાડી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, જે એજન્સીઓને નિમણૂક મળે છે તેના બદલે અન્ય એજન્સીઓ ઊંચા ભાવે કામ કરે છે.

આ સમગ્ર મામલે ફરિયાદી નિલેશ ગરાણીયાએ એક મહત્ત્વનો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારી જોગવાઈઓ હેઠળ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તો તેમના વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારીઓ પગલાં લઈ શકે છે. પરંતુ, જો અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરતા હોય તો તેના પર કોણ કાર્યવાહી કરી શકે?.

Advertisement
Tags :
Advertisement
Advertisement