સતત ત્રીજી ઘટના: વોર્ડ 4માં શ્રમિક બસેરા મુદ્દે ભડકો
રાજકોટ શહેરમાં પ્રાઇમ લોકેશન વિસ્તારમાં સરકાર દ્વારા શ્રમકિ બસેરા બનાવવાનો નિર્ણય લીધા બાદ મહાનગરપાલિકાએ ટ્રેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. જેનો શહેરભરમાંથી વિરુદ્ધ થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં વોર્ડ નં.11 અને વોર્ડ નં.2માં શ્રમિક બસેરાનો સ્થાનિકોએ વિરુદ્ધ કાર્ય બાદ આજે વોર્ડ નં.4માં 80 ફૂટ રોડ ઉપર દેવલોક પાર્ક સામે તૈયાર થનાર શ્રમિક બસેરાનો આજુબાજુની સોસાયટીના રહીશોએ વિરુદ્ધ કરી કોર્પોરેશન કચેરી ખાતે ન્યુ સન્સના જોઇએ તેવા નારા લગાવી સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરને ઉગ્ર રજુઆત કરતા તેઓએ હાલ પુરતુ શ્રમિક બસેરાનું કામ અટકાવી સરકાર પાસે આ બાબતે અભિપ્રય માંગશે તેમ જણાવ્યું હતું.
ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.4માં કુવાડવા રોડ પર આવેલ દેવલોક પાર્ક સામેના ટી.પી. સ્કીમના 13 નંબરના પ્લોટ પર તૈયાર થનાર શ્રમિક બસેરાનો વિરુદ્ધ કરી સ્થાનિકોએ આજે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરને જણાવેલ કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે શ્રમિકા બસેરા રાજકોટમાં દેવલોક પાર્ક સામે 80 ફિટ રોડ, કુવાડવા રોડ, વોર્ડ નં 4, ટી.પી. સ્કીમ નં 13 ના સામાજિક માળખા ના સુવિધા માટેના પ્લોટમાં બનાવવામાં આવી રહ્યું છે.
આ શ્રમિક બસેરા ની આસપાસ 8 સોસાયટીઓ આવેલી છે. જેમાં દેવલોક પાર્ક, દેવલોક રેસિડેન્શિ, શિવ શક્તિ સોસાયટી, એન.એન. પાર્ક, આર.કે. રેસિડેન્શિ, શાનદાર-ર રેસિડેન્શિ, કિંજલ પાર્ક, સેફ્રોન હાઈટસ આવેલ છે. આ શ્રમિક બસેરા અહિ બનવાથી આ વિસ્તારમાં ન્યૂસન્સ ઉભું થવાનો ડર રહેલો છે. આ શ્રમિકોમાં મોટા ભાગે પરપ્રાંતિઓ રહેવા આવવાના હોઈ આ વિસ્તારમાં ચોરી, લુંટફાટ, મારામારી, છેડતી. દારૂૂ નું વેચાણ અને સેવન જેવી પ્રવૃતિઓ થવાની ભીતિ રહેલી છે. જેનાથી અમો રેહવાસીઓનું હિત જોખમાઈ તેમ છે. જેથી તાત્કાલિક ધોરણએ આ શ્રમિક બસેરાનું કામકાજ અટકાવી કાયમી ધોરણે તેને અન્ય કોઈ જગ્યાએ તબદીલ કરવામાં આવે તેવી અમોની રજૂઆત છે.