રાત્રે 12-12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખે, એટેક આવ્યો છતા પણ રજા નથી દેતા, આપઘાત સિવાય રસ્તો નથી: BLO
SIRની કામગીરી વચ્ચે રાજકોટના મહિલા બૂથ લેવલ ઓફિસરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયમાં વાયરલ; ફોર્મ અપલોડ ન થાય ત્યાં સુધી ઓફીસમાં બેસાડી રાખતા હોવાનો આક્ષેપ
વિધાનસભા ચૂંટણી પહેલાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કામગીરી વચ્ચે રાજકોટમાંથી (Rajkot)ં એક મહિલા બૂથ લેવલ ઓફિસર (BLO)ની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઓડિયોમાં મહિલા BLO રડતાં-રડતાં એક સોસાયટીના પ્રમુખ પાસે વારંવાર આજીજી કરતાં સંભળાય છે કે તેમણે ભરેલા ફોર્મ પરત આપી દે અથવા તો સુધારા સાથે પાછા આપી દે, કારણ કે ઉપરી અધિકારીઓ ફોર્મ અપલોડ ન થાય તો રાતના 12-12 વાગ્યા સુધી ઓફિસમાં બેસાડી રાખે છે અને ધમકીઓ આપે છે.
ઓડિયો ક્લિપમાં મહિલા BLO (જે શિક્ષિકા હોવાનું કહેવાય છે) ભાવુક થઈને કહે છે:તમે બધું મને ભેગું કરી દો મારે હવે બધું ભેગું થાય એમ નથીગઈકાલે રાત્રે 12. 30 વાગ્યે બહુમાળી ઓફિસમાંથી બહાર નીકળી,મને રાતના 12-12વાગ્યા સુધી બેસાડી રાખે છેઆમાં આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી ભાઈફોર્મ કોરા કોરા આપી દેશો તો પણ ચાલેનોકરી મૂકી દઉં છું, પણ અત્યારે એ પણ મૂકવા નથી દેતામને હાર્ટએટેક આવ્યો છે, અરજી કરી છે છું બાદ કરવા માટે, પણ માનતા નથીઆ સાંભળીને સોસાયટીના પ્રમુખ તેમને સમજાવે છે કે આપઘાત ન કરતાં, શાંતિથી વાત કરો, અમે મદદ કરીશું.
આ ઓડિયો ક્લિપ વ્હોટ્સએપ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહી છે અને ચૂંટણી કામગીરી દરમિયાન BLO-શિક્ષકો પર થઈ રહેલા અત્યધિક માનસિક દબાણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ચૂંટણીકાળ દરમિયાન શિક્ષકો-BLO પરના દબાણને ઉજાગર કરે છે.આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી કે મામલતદાર પાસેથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. જો આરોપો સાચા હશે તો ચૂંટણી કામગીરીમાં કર્મચારીઓના માનસિક આરોગ્ય અને કાર્યદબાણ અંગે ગંભીર સવાલો ઉભા થશે.