For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિલસિટી ક્લબમાં ફરી ધજાગરો; ગરબાના બદલે ગીતો પર ઠુમકા

05:38 PM Sep 25, 2025 IST | Bhumika
નિલસિટી ક્લબમાં ફરી ધજાગરો  ગરબાના બદલે ગીતો પર ઠુમકા

ગત વર્ષે લેખિતમાં માફી માગ્યા બાદ સતત બીજા વર્ષે શરતોનો ઉલાળિયો કરતાં આયોજકો સામે રોષની લાગણી

Advertisement

વિશ્ર્વ હિંદુ સહિતના સંગઠનો મેદાને, પોલીસ પગલા નહીં ભરે તો સંગઠનો બંધ કરાવશે, ઘર્ષણ સર્જાવાની શકયતા

ભક્તિ અને શક્તિની આરાધના સમાન નવરાત્રીમાં અર્વાચિન રાસોત્સવના નામે પરંપરા અને સંસ્કૃતિને ઠેસ પહોંચે તેમ રાસના બદલે બોલિવુડ-હોલિવુડના ગીતો ઉપર કઢંગા ડાન્સનું આયોજન કરવા બદલ નિલ સિટી કલબના ગરબા વિવાદમાં આવી ગયા છે અને રાસ-ગરબાના સ્થાને સતત બીજા વર્ષે કઢંગા ડાન્સનું આયોજન કરનાર આયોજકો સામે ભારે રોષની લાગણી ફેલાયેલ છે. વિશ્ર્વ હિંદુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ આ કૃત્યનો વિરોધ નોંધાવેલ છે અને સનાતન સંસ્કૃતિને અભડાવવાના આવા કાર્યક્રમો કાયમી ધોરણે બંધ કરાવી આયોજકો સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે.

Advertisement

નિલસિટી કલબના ગઈકાલના ગરબાનો એક વઈડિયો વાયરલ થયો છે. તેમાં ગરબાના બદલે ‘તું મેરા દિલ, પ્યાર કા દિવાના’ ગીત ઉપર ખેલૈયાઓ રીતસર ડાન્સ કરતા જોવા મળે છે. હાલમાં નવરાત્રિનો માહોલ છે. ઠેર ઠેર નવરાત્રિને લઈને ગરબા આયોજન થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક શરમજનક ઘટના સામે આવી છે.

રાજકોટના પ્રખ્યાત નીલ સિટી ક્લબમાં હોલિવૂડ અને બોલિવૂડ ગીતો પર ઠુમકા લગાવ્યા હતા. ગરબાના નામે આવી રીતે ઠુમકા લગાવતા નીલ સિટી ક્લબના ગરબા વિવાદમાં આવી ગયા છે.

જાણે કે આ ગરબા નહીં પણ ગરબાના નામ પર કોઈ ડીજે પાર્ટી રાખી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટના સૌથી પ્રખ્યાત નીલ સિટી ક્લબના ગરબા ફરી વિવાદમાં આવ્યા હતા. નીલ સિટી ક્લબમાં હોલિવૂડ અને બોલિવૂડના ગીબો પર અશ્ર્લીલ હરકત અને ઠુમકા લગાવ્યા હતા. લોકો અહીં માતાજીની આરાધના કરવા આવ્યા કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા આવ્યા હતા, તેને લઈને હવે લોકોમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. ગરબાના નામે આ પ્રકારના વાહિયાત ગીતો સાંભળી ભલભલાને શરમ આવે તેવી આ ઘટના પર લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે.

વિશ્ર્વ હિંદુ પરિષદનાં આગેવાનોએ આ કૃત્યને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ નિલસિટી કલબના ગરબામાં નવરાત્રીના નામે દારૂના ગીતો વગાડવામાં આવતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને ફરી આવી ભુલ નહીં કરવાની આયોજકોએ લેખિતમાં ખાતરી આપી હતી. છતાં આ વર્ષે ફરી બેશરમી પૂર્વક આ કૃત્ય કર્યું છે. આ અંગે પોલીસમાં રજુઆત કરવામાં આવશે અને જો પોલીસ પગલાં નહીં ભરે તો હિંદુ સંગઠનો દ્વારા આવા આયોજનો બંધ કરાવવામાં આવશે.

મંજૂરી તાત્કાલિક રદ કરવા વિશ્ર્વ હિન્દુ પરિષદની માગણી

હાલ ચાલી રહેલા નવરાત્રીના પર્વમાં ગરબાના આયોજનોમાં પરંપરાગત ગરબાને બદલે અંગ્રેજી અને બોલીવુડ ગીતો વગાડવાના મામલે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આયોજકો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતાના જણાવ્યા અનુસાર, તેમને એક વીડિયો મળ્યો છે જેમાં નીલ સિટી ક્લબ ખાતેના ગરબા આયોજનમાં બોલીવુડના ગીતો વગાડવામાં આવી રહ્યા છે. તેમણે આ કૃત્યને ‘અનુચિત’ ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, ‘અમે આ મામલે પોલીસને રજૂઆત કરીશું અને આવા ગરબા આયોજકોની પરવાનગી રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.’ તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે પણ આ જ ક્લબમાં શકીરાના ગીતો વગાડવામાં આવ્યા હતા. VHP નેતાએ ગરબા આયોજકોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ‘તમે ગરબાની મંજૂરી લીધી છે તો ગરબા જ રમાડો, બોલીવુડના ગીતો ન વગાડવા જોઈએ. ભારતીય યુવાનોને અવળા માર્ગે દોરવવાનું બંધ કરવું જોઈએ. રાજ્યના ગૃહમંત્રીએ પણ આ ઘટનામાંથી ઘડો લઈને મંજુરી રદ કરી દાખલો બેસાડવો જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement