રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સફળતા માટે કોઈ સીધા સાદા પગથિયા કે રાજમાર્ગ હોતો નથી : ચંદુભાઈ વિરાણી

06:05 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બિઝનેસ ઈવેન્ટ યોજાઈ : બાલાજી વેફર્સના માલિકે ધંધા સાથે ધર્મની બાળકોને શીખ આપી

Advertisement

સફળતા માટે કોઈ સીધાસાદા પગથીયા કે રાજમાર્ગ હોતો નથી. સફળતા પ્રાપ્ત કરવા માટે નિત્ય પરિવર્તનશીલ અને સર્જનશીલ માર્ગ પર આગળ વધવું પડે છે. ક્ષણેક્ષણે તમારા આયોજનને રૂૂપાંતરિત કરવું પડે, સત્યોને સ્વીકારવા પડે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને હિંમત હાર્યા વગર જ્યાં સુધી ધારેલું લક્ષ્યાંક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડી રહેવું પડે છે. આપણું લક્ષ્ય આપણને ક્યારે મળશે તેની કોઈ ટાઈમલાઈન ફિક્સ હોતી નથી એમ બાલાજી વેફર્સ ના માલિક ચંદુભાઈ વિરાણીએ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટના પોતાના ગુરુબંધુ વિદ્યાર્થીઓને કહ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગુરૂૂકુલ રાજકોટ સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ બિઝનેસ કરવાની સાહસ વૃત્તિનું નિર્માણ થાય, અનુભવ થાય અને ભવિષ્યમાં આત્મનિર્ભર બને તે હેતુથી બિઝનેસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ ઈવેન્ટમાં 27 બિઝનેસ સ્ટોલમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ધંધો નાનો છે પણ પોતાનો છેથ થીમ પર બિઝનેશ લાઈફનો અનુભવ લીધો હતો.

આ પ્રસંગે ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીએ વિશેષમાં કહ્યું હતું કે ઉદ્યોગ જગતમાં જે નવી પેઢી આવી છે એણે ટેકનોલોજી સાથે તાલમેલ સાધી ઘણા નવા કદમ ઉઠાવ્યા છે. જીવનમાં પૈસા, પદવીઓ અને મેડલ મેળવવા જ પર્યાપ્ત નથી. પ્રત્યેક માણસે પ્રામાણિકતા, નમ્રતા અને માનવતાના ગુણ અવશ્ય કેળવવા. બીજાને ઉપયોગી થતાં શીખવું . દૂષિત વાતાવરણથી પ્રભાવિત થયા સિવાય પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી ધ્યેય તરફ આગળ વધતા રહેવું .
આ પ્રસંગે ચંદુભાઈ વિરાણીએ પોતાની કારકિર્દીની સંઘર્ષ ગાથા કહેતા જણાવ્યું હતું કે તમારી જેમ હું પણ આ ગુરુકુલમાં ભણ્યો છું. વાર્ષિક 360 રૂૂપિયા એટલે કે રોજના એક રૂૂપિયા જેવા લવાજમમાં રહેવા અને અભ્યાસ કરવા મળેલો. રાજકોટ ગુરુકુલમાં મને મળેલા સંસ્કારથી હું માનસીક રીતે મજબૂત બની ધંધામાં દરેક અંતરાયને પાર પાડી શક્યો છું.

મારી પાસે 1974માં દુષ્કાળ વખતે ઘર ચલાવવાના રૂૂપિયા ન હતા. રાજકોટ આવી એસ્ટ્રોન સિનેમામાં કેન્ટિનમાં વેફર વેંચવાની શરૂૂઆત કરી હતી. તૈયાર વેફર લઈ વેચતો પણ બહારથી વેફર સમયસર આવતી ન હોય મેં પોતે ઘરે વેફર બનાવવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે વેચાણ વધાર તો ગયો અને હાલ ગુજરાત ઉપરાંત 20 રાજ્યોમાં 50 થી વધુ પ્રોડકટ્સ દ્વારા 5000 કરોડનું ટર્ન ઓવર કરી 10,000 થી વધુ લોકોને રોજગારી પુરી પાડી રહ્યાનો મને ગૌરવ છે.
આજે મને આનંદ છે કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અનુસાર ગુરૂૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી ની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરૂૂકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ક્ધયા ગુરુકુલ, કાગદડી ખાતે નિર્માણ પામનાર છે. જેમાં શિલા સ્થાપન સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સહર્ષ સ્થાપક ટ્રસ્ટી બની સેવા કરવાનો સંકલ્પ જાહેર કરેલો છે. તે ક્ધયા ગુરૂૂકુલમાં દીકરીઓ ભણીગણી હિન્દુ વૈદિક સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બની સમાજ ઉત્કર્ષનો ઉત્તમ પ્રયાસ કરશે.

આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી સત્ય સંકલ્પદાસજી સ્વામીએ કહ્યું હતું કે તમારી અને મારી જેમ જ અહીં ગુરુકુળમાં ભણીને ઉદ્યોગપતિ બનેલા ચંદુભાઈ વિરાણી એમના જન્મદિવસ નિમિત્તે માતબર રૂૂપિયાનું અનુદાન આપી ક્ધયા ગુરૂૂકુલના સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાવાનો સંકલ્પ જાહેર કરે છે. વિદ્યાર્થીઓએ તેમની આ સેવાને તાળીઓના ગણડાટ સાથે બિરદાવી હતી. ગુરૂૂમહારાજ તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીએ ચંદુભાઈને પ્રભુ પ્રસાદિનો હાર પહેરાવી શુભાશીષ પાઠવ્યા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement