કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી
દરેક રાજ્યને સમતોલ ગ્રાન્ટ મળવાને બદલે બિહાર અને દિલ્હી (ચૂંટણીને પગલે)ને વધુ મહત્ત્વ અપાયું
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ મોદી સરકારના ત્રીજા કાર્યકાળ નું બીજું બજેટ નિર્મલા સીતારામને રજુ કર્યું છે તે ચિલા ચાલુ બજેટ છે મધ્યમ વર્ગને હોમ લોન માં કોઈ રાહત આપવામાં આવી નથી. મોબાઈલ અને સ્માર્ટ ટીવી સસ્તા થશે. ખાનગી કંપનીઓને સરકારી કંપનીઓ વેચી મારીને મોબાઇલમાં રિચાર્જ વાઉચર મોંઘાદાટ બનાવાયા છે. મોંઘવારી બેકાબુ રહેશે કારણકે ખાદ્ય ચીજોમાં જીએસટી ન ઘટતા કોઈ ફરક પડશે નહીં.
મોંઘવારીને કાબુમાં લેવા કોઈ જાતના અસરકારક પગલાંઓ બજેટમાં દેખાતા નથી. નાની બચત યોજના અથવા હશભ જેવી યોજનામાં રોકાણ કરે છે તેઓ જૂનાકર વ્યવસ્થા હેઠળ આવે છે આ વખતે બજેટમાં નાણામંત્રીએ જુના કર વ્યવસ્થા અંગે કોઈ જાહેરાત કરી નથી આનો અર્થ એ થયો કે જો તમે કર બચાવવાના હેતુથી રોકાણ કરો છો તો તમારે જૂની સિસ્ટમને વળગી રહેવું પડશે આ પહેલાની જેમ ચાલુ રહેશે. વિકાસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હોય તેવું જણાય છે જીવન રક્ષક 36 દવાઓ સસ્તી થશે તેવી જાહેરાત છે પરંતુ અન્ય દવાઓમાં એમઆરપી જે હોય છે તે અનેક ગણી હોય છે.
ઓછી આવક ધરાવનારા લોકોને કોઈ ટેક્સમાં રાહત અપાઈ નથી અને ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રે વધુ મહત્વ આપી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર ઓછું મહત્વ અપાયું છે. રાજ્યોની ચૂંટણી વખતે ખેડૂતોના દેવા માફ કરનાર શાસકો દ્વારા દેશભરના ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાતની જાહેરાત પણ કરવામાં આવી નથી.
જીએસટીના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી તેમાં વીમા ક્ષેત્રે કામ કરતી કંપનીઓ દ્વારા સરકારને આરોગ્ય વીમા અને જીવન વીમાઓ જે લોકોના આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા છે તેમાં જીએસટી નાબૂદ કરવાની માંગ પણ કરી હતી પરંતુ તે ઠુકરાવી દેવાય છે અને કોઈ જાતનો સ્લેબમાં ફેરફાર કરવામાં આવેલ નથી.
શિક્ષણ પાછળ વધુ રકમ ફાળવવાની જરૂૂર હતી શિક્ષણનો તો ખર્ચ આજે મા બાપ માટે ત્રાસ રુપ બન્યો છે ત્યારે તમામ પ્રકારનું શિક્ષણ ખૂબ જ સસ્તું અને ઉપયોગી બને તેવું અપાય એ માટે વધુમાં વધુ રકમ ફાળવી હોત તો વધુ સારું થાય સાથે સાથે સરકારી હોસ્પિટલોના નવીનીકરણ માટે પણ કોઈ જાહેરાત નથી રેલવેની પણ અગાઉ કોંગ્રેસના જમાનામાં તમામ પ્રકારના ક્ધસેસન અપાતા એ કોરોના કાળથી બંધ કર્યા પછી ચાલુ જ નથી થયા જે અંગે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 5,000 વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓએ આયુર્વેદ સાયન્સ ની શોધ કરી હતી કે આયુર્વેદ સાયન્સને વિકસાવવા માટે કે એઇમ્સ જેવી આયુર્વેદ હોસ્પિટલ બનાવવા માટેની કોઈ જાહેરાત કે જોગવાઈ કરવામાં આવી નથી જે ઘણું જ દુ:ખદ બાબત છે. સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષ પછી દસ લાખ સુધી આવકને સંપૂર્ણપણે મુક્તિ આપવાની જરૂૂર હતી અને 60 વર્ષથી વધુ ઉંમરના ને દસ લાખ સુધીની આવક સુધી રિટર્ન ભરવાની પણ જરૂૂર ન રહે તેવી જોગવાઈઓની પણ જરૂૂર હતી.
સરકારી કચેરીઓમાં અને બેંકોમાં ભરતી નહિવત થઈ રહી છે તમામ આધુનિકરણ થઈ રહ્યું છે પરિણામે નોકરીઓ ઘટી રહી છે સરકારી નોકરી વધુને વધુ યુવાનોને મળે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી નથી બેંકોમાં પણ ક્લાર્કની ભરતી અગાઉ થતી હતી સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી નથી એટલે કે બેકારી નાબૂદી માટે પણ વિશે ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂૂર હતી.
દેશના દરેક રાજ્યોને સમતોલ ગ્રાન્ટ મળવી જોઈએ તેને બદલે બિહારને વધુ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે અને દિલ્હીમાં ચૂંટણી હોવાને પગલે ચૂંટણીનો લાભ લેવા માટે નુસખો અપનાવી દિલ્હી અને બિહારને વધુ મહત્વ આપવા આવ્યું છે જ્યારે અન્ય રાજ્યોને આ બે રાજ્યોના પ્રમાણમાં ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.