For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં હોર્ન વગાડવા મામલે વિદ્યાર્થીની હત્યાથી ભારે ચકચાર

11:52 AM Mar 08, 2024 IST | Bhumika
ભાવનગરમાં હોર્ન વગાડવા મામલે વિદ્યાર્થીની હત્યાથી ભારે ચકચાર
  • પખવાડિયા પૂર્વે ટપોરીએ છરીના ઘા ઝીંકી દીધા બાદ દમ તોડ્યો

ભાવનગરમાં મારામારીમાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો છે.બનાવની વિગતો એવી છે કે શહેરના આખલોલ જકાતનાકા, શીતળા માતાજીની ડેરી પાસે આખલોલ જકાતનાકા પાસે રહેતો પકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચા નામનો શખ્સ તે જ વિસ્તારમાં રહેતો બદાભાઈ ઉર્ફે હિરાભાઈ મકવાણાના ઘર પાસેથી અવાર નવાર બાઈક લઈ નિકળી હોર્ન મારતો હોય જેથી દોઢેક માસ પૂર્વે આ શખ્સને ઠપકો આપ્યો હતો જે મામલે બન્ને પક્ષે ઘરમેળે સમાધાન થયા બાદ ગત તા. 26-2ના રોજ પકાશ ઉર્ફે પકો બોરીચા નામના શખ્સે ઠપકો આપ્યાની દાઝ રાખી, ખુલ્લી છરી લઈ ઘર પાસે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બદા ભાઈના પત્ની જયાબેનને પાટુમારી ને તેમના દિકરા કિશન (ઉ.વ.18)ને છરીના ઘા ઝીંકી દેવાયા હતાં ઈજાગ્રસ્ત કિશનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જેમાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો છે આ અંગે વરતેજ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ પો. ઈસ. ઈ. એમ.વી. રબારી ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement