ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જિલ્લામાં સરકારી કરતાં 10 ગણી ખાનગી શાળા

05:24 PM Mar 20, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

43 માધ્યમિક સરકારી સ્કૂલો સામે 432 સેલ્ફાઇનાન્સ સ્કૂલો: વિધાનસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના પ્રશ્ર્નનો જવાબ આપતી સરકાર

રાજકોટ જિલ્લામાં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે. જયારે સરકારી શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે. સરકારે આજે વિધાનસભા ગૃહમાં જાહેર કરેલા આંકડાએ શિક્ષણવિદો અને વાલીઓને ચોંકાવ્યા હતા. રાજકોટ જિલ્લામાં માત્ર 43 જ માધ્યમિક શાળાઓ છે. જયારે તેનાથી 10 ગણી 432 ખાનગી શાળાઓ આવેલી છે.
હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં રાજકોટ જિલ્લામાં સરકારી શિક્ષણ કેટલું ખાડે ગયું છે એનો ખુલાસો થયો છે. રાજકોટ જિલ્લામાં 432 ખાનગી માધ્યમિક શાળાઓની સામે સરકારી શાળાઓ ફકત 43 છે. અર્થાત કે, સરકારી શાળાઓ કરતા 10 ગણી ખાનગી શાળાઓ છે. આપણા દેશના બંધારણમાં શિક્ષણ ને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે. ચુંટાયેલી સરકારની જવાબદારી રાજ્યના વિદ્યાર્થીઓને સસ્તું અને ગુણવત્તા વાળું શિક્ષણ આપવાની જવાબદારી છે. પરંતુ, સરકારી શાળાઓ ફકત 43 હોય અને એની સામે ખાનગી શાળાઓનો રાફડો ફાટયો હોય અને સરકારી શાળાઓ કરતા 10 ગણી વધુ 432 શાળાઓ ખુલી જાય એ શિક્ષણ ક્ષેત્ર માટે તંદુરસ્ત બાબત નથી પણ શરમજનક બાબત કહી શકાય.

આ અંગે ધારાસભ્યએ આજે ગૃહમાં એવો સવાલ પૂછ્યો હતો કે શું રાજ્ય સરકાર ખાનગી શાળાઓ ને મંજૂરી આપવાનું બંધ કરી, જરૂૂરિયાત પ્રમાણે સરકારી શાળાઓ ઊભી કરવા માંગે છે, પરંતુ સરકાર તરફથી, મંત્રી તરફથી કોઈ નક્કર જવાબ આપવામાં આવેલ નથી તેવો મેવાણીએ તેઓની યાદીમાં જણાવ્યુ હતુ. તેઓ વિશેષ જણાવ્યુ હતુ કે ગૃહમા મારી પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મે સરકારને રજૂઆત કરી હતી કે ખઙ, ખકઅ અને ઈંઅજ, ઈંઙજ પણ પોતાના સંતાનોને સરકારી શાળાઓમાં ભણાવતા થાય એવું ક્વોલિટી ધરાવતુ શિક્ષણ આપવા માંગો છો કે કેમ? ત્યારે તેમણે ગૃહમાં પણ આજે રજૂઆત કરી અને ફરી સરકાર સમક્ષ હું માંગણી કરું છું કે સરકારી શિક્ષણને એવી પ્રાથમિકતા આપવામાં આવે કે કરોડ પતિના દીકરા દીકરીઓ પણ સરકારી શાળાઓમાં ભણવા જાય એવું ગુણવત્તા સભર શિક્ષણ હોવું જોઈએ.

અંતમા ચોકાવનારા આંકડાથી સ્તબ્ધ થયેલ ધારાસભ્યએ યાદીમાં કહ્યુ હતુ કે ભાજપ સરકાર શિક્ષણનુ ખાનગીકરણ કરવા માટે જાણીજોઈને સરકારી શાળાઓને ખતમ કરવા ઈચ્છતી હોય તેવુ લાગી રહ્યુ છે.મધ્યમ અને ગરીબ પરિવારના બાળકોને સરકારી શાળાઓની ઘટતી સંખ્યા, શિક્ષકોની ઘટ અને શિક્ષણની ખરાબ ગુણવતાના કારણે મજબૂરીમા ખાનગી શાળાઓમા પ્રવેશ લેવો પડે છે.ખાનગી શાળોની ફી નિર્ધારીત કરતી ફી રેગ્યુલેશન કમિટી પણ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને જાણે આ કમિટી ખાનગી શાળા સંચાલકો જ ચાલવે તેવી સ્થિતિ ઉદભવી છે. આવનારા સમયમાં આ મુદે અમે સરકારને આ બાબતે ઘેરવા જિલ્લે જિલ્લે રચનાત્મક વિરોધો કાર્યક્રમો કરવાના છે અને સરકારી શાળાઓની સંખ્યા વધે, શિક્ષકોની ભરતી પૂર્ણ થાય તેમજ ખાનગી શાળાઓની ફી વધારો ડામવાના મુદે અમારા મુખ્ય મુદા હશે.

Tags :
Congressgujaratgujarat newsPoliticsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement